તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આંબાપર પંચાયત સુપરસિડ થશે

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 6ઠ્ઠી જુલાઈની સામાન્ય સભાના એજન્ડામાં સમાવેશ
  • કારોબારી સહિત વિવિધ સમિતિઓની રચના કરાશે

કચ્છ જિલ્લા પંચાયતની સામાન્ય સભા 6ઠ્ઠી જુલાઈના મળવાની છે, જેમાં અંજાર તાલુકાની અાંબાપર ગ્રામ પંચાયતને સુપરસિડ કરવાનો અેજન્ડામાં સમાવેશ કરાયો છે. પ્રમુખ પારુલ કારા અને ડી.ડી.અો. ભવ્ય વર્માના સચિવ સ્થાને મળનારી સામાન્ય સભામાં 18 અેજન્ડાનો સમાવેશ કરાયો છે, જેમાં પંચાયતની સામાજિક ન્યાય સમિતિ, કારોબારી સમિતિ, શિક્ષણ સમિતિ, જાહેર અારોગ્ય સમિતિ, જાહેર બાંધકામ સમિતિ, અપીલ સમિતિ, ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ, મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃતિ સમિતિની રચના કરવામાં અાવશે.

અે સિવાય સ્ટેમ્પ ડ્યૂટી, રોયલ્ટીના કામોનું અાયોજન કરવા બાબતે સ્પષ્ટઅને સુધારાની માર્ગદર્શિકા, સ્ટેમ્પ ડ્યૂટી, રોયલ્ટી શેષ સદરના અગાઉ મંજુર થયેલા વિકાસ કામોમાં કરાયેલા ફેરફારને બહાલી, સિંચાઈના જુદા જુદા કામોની વહીવટી મંજુરીને બહાલી, અધ્યક્ષ સ્થાનેથી જે રજુ થાય અેનો સમાવેશ કરવામાં અાવ્યો છે. જોકે, વિપક્ષે પ્રશ્નોત્તરીમાં કયા પ્રશ્નોનો સમાવેશ કર્યો છે અને કોરોનાની સ્થિતિ, કોરોનાની સારવાર દરમિયાન કોરોનાથી કેટલા અને અન્ય બીમારીનું કારણ અાગળ ધરી કેટલા મોત થયા, ગીતા રબારીને ઘરે રસી અપાઈ અે પ્રકરણે વિપક્ષ કેવા સવાલો કરે છે અે જોવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...