તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કચ્છ સરહદની સામેપાર પાકિસ્તાન પોતાની તમામ સુરક્ષા એજન્સીઓને મજબુત કરવામાં લાગી ગયો છે, ત્યારે પાકિસ્તાન નેવીને ચીન તરફથી 4 ફાઇટર શીપ મળશે તેવો કરાર થયો હોવાનું જાણવા મળ્યું છે. રાત્રિના સમયે ભારતીય સેનાએ બ્લેક ટોપની સામેના 3 શિખર પર કબજો કરતા ચિન ચોંકી ઉઠયો હતો, તો પાકિસ્તાન પણ ફફડી ગયો છે. લદાખ સરહદે ભારતીય સેનાનો હાથ ઉપર છે. જો કે, દગાબાજ ચીન પાકિસ્તાનને મોહરો બનાવીને કચ્છ સરહદે ભારત પર દબાણ બનાવવા પ્રયત્ન કરી રહ્યો છે.
કચ્છ સરહદ સામે જ પાકિસ્તાને જમીનો આપી છે. મહત્વનો ગ્વાહદર બંદર પણ ચિનનો જ છે. પાકિસ્તાન સેનાને હથીયાર અને સરસાધન આપે છે અને આ સાબિતી છે કે, રણનિતી મુજબ કચ્છ સરહદેથી ભારત પર દબાણ બનાવવાનો છે. પાકિસ્તાનનો સંરક્ષણ મોટાભાગે ચિન પર જ નિર્ભય છે. હામાં જ પાકિસ્તાન નેવીને ચીનએ ટાઇપર 054 કલાસ ફીગેટ શીપ આપી છે જે અરબસાગરમાં પેટ્રોલિંગ કરશે. સુત્રોના જણાવ્યા મુજબ, ટાઇપ 054 ક્લાસ ફાઇટર શીપ પાકિસ્તાન નેવીને 5 મળશે. હાલ અાવેલો પ્રથમ છે.
ચિન સાથે 5 શીપનો કરાર થયેલ છે. પાકિસ્તાન સંરક્ષણ મંત્રાલય કચ્છ સરહદ સામેપાર પોતાની તમામ સુરક્ષા એજન્સીઓને મજબુત કરવામાં લાગલો છે. પાકિસ્તાનની આવામને ડુંગરી ભલે 150 રૂપીયામાં મળે પણ પાક સેનાની સુવિધાઓમાં કમી ન આવવી જોઇએ. પાક સાથે વિશ્વ પણ જાણે છે કે ભારત પ્રથમ હુમલો કરતો નથી છતાંય ભારતની દેખાદેખીમા સંરક્ષણ ક્ષેત્રે પાણીની જેમ પૈસા નાખી રહ્યો છે. અરબસાગરમાં પાક મરીન સિક્યુરીટીનો ત્રાસ અને હવે પાકિસ્તાન નેવીને આધુનીક શીપ મળવાનો શરૂ થતા અરબસાગરમાં તેની પેટ્રોલિંગ પણ વધી જશે.
કચ્છ સામેપાર પાક સુરક્ષા એજન્સીઓની નજર હમેશા સીરક્રિક પર જ રહે છે. સીરક્રિક આજુબાજુ આટા મારીને પોતાની હાજરી નોંધાવતો રહ્યો છે. અરબસાગરમાં કાર્યરત પોતાની એજન્સીઓ એકટીવ થવી એ સંયોગ નહીં પણ પાકિસ્તાનની મેલી મુરાદ તરફ ઇશારો કરે છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.