તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:વાહનના માલિકે બોગસ પહોંચ આપનારા સામે નોંધાવી ફોજદારી

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરના બે અેજન્ટો સામે બી ડિવિઝન પોલીસમાં ગુનો દર્જ
  • વાહન ડિટેઇનની રસીદ ખોટી હોવાની વાત સામે અાવી હતી

ભુજની અાર.ટી.અો. કચેરીમાં બે અેજન્ટોઅે ડિટેઇન થયેલા વાહનની ખોટી રસીદ બનાવી વાહન માલિક સાથે છેતરપિંડી કરી 6500 રૂપિયા લઇ લેતા બી ડિવિઝન પોલીસ મથકે ફોજદારી નોંધાવાઇ હતી. વાહન માલિકે નલિયા પોલીસમાં રસીદ રજૂ કરતા વિશ્વાસઘાત કર્યો હોવાની વાત સામે અાવી હતી.

અબડાસા તાલુકાના છસરા ગામે રહેતા મહેશ ધનજીભાઇ મંગે (ભાનુશાલી)વાળાઅે ભુજના ધર્મેન્દ્રસિંહ લક્ષમણસિંહ ડોડીયા (રહે. ભુજ) અને સાગર દયારામ ભાનુશાલી (રહે. માધાપર)વાળા સામે છેતરપિંડી કર્યાની ફોજદારી નોંધાવી હતી. ફરિયાદીઅે ખરીદી કરેલી બાઇક નલિયા પોલીસે ડિટેઇન કરી હતી, જે ડિટેઇન થયેલા વાહનનું દંડ ભરવા માટે પોતાના સબંધી સાગર દયારામ ભાનુશાલી સાથે સંપર્ક કર્યો હતો, સાગરે ફરિયાદી પાસેથી ડિટેઇન મેમો, અાર.સી. બુક લઇ લીધી હતી અને સાતેક હજાર જેટલુ દંડ થાશે તેવી વાત કરી હતી. બાદમાં કહ્યું કે દંડ ભરાઇ જશે અેટલે તમને ફોન કરીશ ત્યાં સુધી કામ પતાવી અાવો.

બપોરે સાગર પાસે ફરિયાદી ગયા ત્યારે અાર.ટી.અો. કચેરીની જુદી જુદી અોફીસમાં દંડની રકમ પેટે 6500 રૂપિયા અેપ્રુવલ કરાવ્યા બાદ તેણે 6500 રૂપિયા લીધા હતા. તો વિમા પોલિસી ઉતરાવી હોવાથી તેના 999 રૂપિયા અલથી લીધા હતા. ફરિયાદી રસીદ લઇ નલિયા પોલીસ સ્ટેશનમાં અાવતા અા રસીદ ડુપ્લીકેટ હોવાનું જાણવા મળતા વાહન છોડાવી શકયા ન હતા. બાદમાં નલિયા પોલીસે બી ડિવિઝન પોલીસમાં જવાની સમજ કરી હતી.

ભુજ અાવી સાગર ભાનુશાલીને પુછા કરતા તેણે કહ્યું કે અા રસીદ મારા શેઠ ધર્મેન્દ્રસિંહ ડોડીયાઅે બનાવી અાપી છે જેથી બંને સામે ફોજદારી નોંધાવી હતી. સરકારી ખોટી રસીદ બનાવી અાપી પૈસા લઇ ખોટી રસીદને સાચી તરીકે ઉપયોગ કરી સરકારમાં ભરવાના રૂપિયા નહીં ભરી છેતરપિંડી કરી હોતા ભુજ બી ડિવિઝન પોલીસ મથકે બંને સામે અરજી અાપ્યા બાદ ગુનો દર્જ કરાવ્યો હતો. વાહન ડીટેઇનની રસીદો નલિયામાં રજૂ કરાયા બાદ ખોટી હોવાનું બહાર આવતાં ભુજના બે એજન્ટ યુવાનો સામે ગુનો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...