તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હુકમ:જખૌના સરપંચને સસ્પેન્ડ કરવા ડીડીઓએ આપેલો હુકમ રદ્દ કરાયો

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા વિકાસ અધિકારીના નિર્ણયને અધિક વિકાસ કમિશનરે અમાન્ય રાખ્યો

અબડાસા તાલુકાના જખૌ ગામના સરપંચને મનરેગાના કથિત કૌભાંડ તેમજ ભ્રષ્ટાચાર આચરવા બદલ તત્કાલિન જિલ્લા વિકાસ અધિકારીએ પદભ્રષ્ટ કરાયા બાદ ગામના મુખીએ આ નિર્ણયને ગાંધીનગરના અધિક વિકાસ કમિશનર સમક્ષ પડકારાતાં તેમણે ડીડીઓનો હુકમ રદ્દ કર્યો હતો.

સરપંચ લાખાજી પાંચુભા અબડાને મનરેગા કૌભાંડ સંદર્ભે તા. 10-6-2020ના હોદ્દા પરથી દૂર કરાયા હતા. સરપંચે જિલ્લા વિકાસ અધિકારીના નિર્ણયને વિકાસ કમિશનરમાં પડકાર્યો હતો. અરજદારે મનરેગા કૌભાંડમાં કોઇ જવાબદારી કે ભૂમિકા ન હોવાનો બચાવ કર્યો હતો. એટલું જ નહીં કૌભાંડની તપાસ દરમ્યાનનો કોઇ અહેવાલ આપ્યો ન હોવાની રજૂઆતની સાથે લેખિત બચાવ પણ ડી.ડી.ઓ.એ સાંભળ્યો ન હતો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો તપાસ અહેવાલ પણ સરપંચને અપાયો ન હતો. આ હકીકતને અધિક વિકાસ કમિશનર સમક્ષ પડકારવામાં આવી હતી.

અધિક વિકાસ કમિશનરે સરપંચ વિરુદ્ધ ત્રણ આક્ષેપો હતા પણ ડી.ડી.ઓ.ના હુકમમાં માત્ર કેટલ શેડની કામગીરીમાં થયેલી ગેરરીતિ બદલ જવાબદાર ઠેરવી તેઓને સરપંચ પદેથી દૂર કરાયા હતા. અન્ય આક્ષેપોમાં સરપંચ જવાબદાર ઠરતા નથી તેવું ફલિત થયું હોવાનું તારણ આપ્યું હતું. ગૌશાળામાં ભ્રષ્ટાચાર મામલે કેટલો અને કેવા પ્રકારનો ભ્રષ્ટાચાર થયો છે સરકારને નાણાકીય નુકસાન થયું છે કે કેમ અને તેના માટે સરપંચ કેવી રીતે જવાબદાર ઠરે છે તે મુજબની કોઇ સ્પષ્ટતા સરપંચને અપાયેલી કારણદર્શક નોટિસમાં કરવામાં આવી નથી તેમ જણાવતાં જિલ્લા વિકાસ અધિકારીએ આપેલો હુકમ રદ્દ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...