જીના ઈસી કા નામ હૈ:વ્યક્તિની હયાતી ન હોય છતાંય તેનું નામ ગવાયા કરે એ જ સાચી વ્યક્તિ

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
સ્વ.ઉષાબેન - Divya Bhaskar
સ્વ.ઉષાબેન
  • 1971ના યુદ્ધમાં સરહદે જવાનોની મદદે પહોંચ્યા, ભૂકંપ અને કોરોનામાં પીડિતોની સેવામાં જોડાયેલા રહ્યા
  • અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા ભુજના સેવાભાવી મહિલાનું નિધન થતા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

ભુજના સેવાભાવી મહિલા ઉષાબેન એ. ઠક્કરનું 77 વર્ષની વયે નિધન થયું હતું. તેમના જીવનકાળ દરમિયાન કરેલા સેવાકીય કાર્યોની નોંધ લઈ વિવિધ સંસ્થાઓ તેમજ વ્યક્તિઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમના પિતા ડો.મોરારજીભાઈ ઠક્કરે 60 વર્ષની ઉંમર બાદ સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાઈ જવાનું સ્વપ્ન સેવ્યું હતું પરંતુ તે સાકાર થાય તે પહેલા અવસાન પામ્યા હતા. તેમના તરફથી સેવા કરવાની પ્રેરણા ઉષાબેનને મળી હતી

જેમાં તેમના પતિ ડો.અમૃત ઠક્કર અને સંતાનો કુમુદ, પરાગ અને દર્શક તેમજ પુત્રવધૂઓ માયા અને મોનાનો સંપૂર્ણ સાથ-સહકાર મળ્યો હતો પરંતુ તેમણે ક્યારેય ઘર તથા પરિવાર પ્રત્યેની જવાબદારીમાં બાંધછોડ ન કરી હતી. તેઓ તેને પહેલી ફરજ માનતા હતા. ત્યાર બાદના સમયને તેમણે આરામ કે મોજશોખમાં વ્યતીત કરવાના બદલે સેવાકીય પ્રવૃત્તિઓની શરૂઆત કરી હતી. કલા મૃદંગની સ્થાપના કરી મહિલાઓને નિઃશુલ્ક સીવણ તાલીમ આપી અને જરૂરિયાતમંદોને મશીન આપ્યા હતા. ગ્રામ્ય રક્ષક દળની મહિલા અધિકારી તરીકે નિમણૂક પામી ગામડાની લાજ કાઢતી થઈ મહિલાઓને આજથી વીસ વર્ષ પહેલા રાઇફલ ટ્રેનિંગ માટે તૈયાર કરી હતી.

વિવિધ સંસ્થાઓના હોદ્દે કાર્યરત રહી સેવાકીય પ્રવૃતિઓમાં નિરંતર જોડાયેલા રહ્યા
કલા મૃદંગ, ઇન્નર વ્હીલ ક્લબ ડિસ્ટ્રિક્ટ 305માં, ઇન્દિરા ક્લબ, ભારતીય સેવા મહિલા મંડળ, ટ્રાફિક એક્શન કમિટી, સાનિધ્ય સંસ્થા, ગુજરાત બાળ કલ્યાણ ઘટક, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ વેલ્ફેરમાં સેવાઓ આપી ચૂક્યા હતા. તે સિવાય પોલીસ સલાહકાર સમિતિ, ટ્રાફિક પગલા સમિતિ, રેલવે યુઝર્સ એસોસિયેશન, નેશનલ એસોસિયેશન ફોર બ્લાઇન્ડ વગેરે અન્ય 15 સંસ્થાઓ સાથેની સેવાકીય પ્રવૃતિઓને ધ્યાને લઇ ભોપાલ જન પરિષદ સંસ્થા દ્વારા 2004માં લીડિંગ લેડી ઓફ ઇન્ડિયાનો એવોર્ડ મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...