તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:એક માસથી પ્લોટ માટે ઓનલાઇન અરજી શરૂ નથી થઇ ને ઓફલાઇન ચલણ ભરવાનું ચાલુ !

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તંત્રની બેદરકારી | વૈકલ્પિક વ્યવસ્થા ન ગોઠવાતાં અરજદારોને પડતી હાલાકી
  • અરજદારોનો મરો : ઓફલાઇન ચલણ ભર્યુ ં તેમણે ઓનલાઇન પણ ભરવું પડશે
  • લેન્ડ ગ્રેબિંગ અેક્ટ તળેની અરજી માટે પડતી મુશ્કેલી

ગુજરાત લેન્ડ ગ્રેબિંગ અેક્ટ હેઠળ દબાણ દુર કરવા અોનલાઇન અરજી કરવાની હોઇ તેમાં ખેતીની જમીનની અરજી થાય છે પરંતુ ગામતળ કે, શહેરી વિસ્તારમાં અાવેલા પ્લોટ માટેની અોનલાઇન અરજી થતી નથી, જેના કારણે અરજદારોની મુશ્કેલી વધી ગઇ છે.

અગાઉ અા કાયદા તળેની અરજી કરી ચલણ અોફલાઇન મામલતદાર કચેરીઅે ભરવાનું હતું પરંતુ અેક મહિનાથી અા અરજી વેબસાઇટ https://iora.gujarat.gov.in/ પર અોનલાઇન કરવાની સાથે ચલણ પણ અોનલાઇન જ ભરવાનું હોય છે. જો કે, નવાઇની વાત અે છે કે, અોનલાઇન અરજી માટે જો ખેતીની જમીન હોય અને જેના સરવે નંબર હોય તેવી તેવી જમીન માટેની અરજી જ અોનલાઇન થાય છે. શહેરી વિસ્તારના પ્લોટ કે, ગામતળમાં અાવેલા પ્લોટ પર દબાણ થયું હોય તો તે માટેની અરજી અોનલાઇન થતી નથી કે, અોફલાઇન કરેલી અરજી તંત્ર દ્વારા સ્વીકારાતી નથી, જેના કારણેે અરજદારોને મુશ્કેલી પડી રહી છે.

અોનલાઇન અરજીની પ્રક્રિયા શરૂ થયાને અેક મહિના જેટલો સમય થવા અાવ્યો તેમ છતાં તેની અવેજીમાં તંત્ર દ્વારા અન્ય કોઇ વૈકલ્પિક વ્યવસ્થા કરાઇ નથી. જો કે, અા અરજી કરતા પહેલા ચલણ ભરવાનું હોઇ પ્લોટ પરનું દબાણ દુર કરવા માટે અરજદારો અોફલાઇન મામલતદાર કચેરીઅે ફી પણ ભરી અાવે છે, જેથી અાવા અરજદારોઅે ફરીથી રૂ.2000 અોનલાઇન પણ ભરવા પડશે, જેના પગલે અરજદારોમાં તંત્રની બેધારી નીતિ સામે રોષ જોવા મળી રહ્યો છે.

વેબસાઇટ અપડેટ થતા હજુ અઠવાડિયું લાગશે : નાયબ મામલતદાર
અા અંગે નાયબ મામલતદાર અનિલ બી. પરમારનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, સિટી સરવે કે, ગામતળના પ્લોટ માટેની અરજી હોય તો તેવી અરજીઅો અને ચલણ ન સ્વીકારવા મહિના પહેલા મામલતદારને જાણ કરાઇ છે તેમ છતાં પણ ચલણ ભરાય છે. અાવા અરજદારોઅે મામલતદાર કચેરીઅે અોફલાઇન ચલણ ભર્યા હશે તો પણ ફરીથી અોનલાઇન ચલણ ભરવું પડશે. વેબસાઇટના અપડેટેશન અંગે શુક્રવારના મળેલી બેઠકમાં ચર્ચા કરાઇ હતી અને હજુ અપટેડ થતાં અઠવાડિયો લાગશે.

અોનલાઇન ચલણ ભરવામાં પણ મુશ્કેલી
વર્તમાન સમયે પ્લોટ માટેની અરજી પ્રક્રિયા બંધ છે પરંતુ જે અરજદારો ખેતીની જમીન પરનું દબાણ હટાવવા માટે અોનલાઇન અરજી કરી છે તેવા અરજદારોને પણ અોનલાઇન ચલણ ભરવામાં મુશ્કેલી પડી રહી છે, જેથી તેઅો પણ અોનલાઇન ન ભરાતાં મામલતદાર કચેરીઅે ચલણ ભરી અાવે છે.

અન્ય સમાચારો પણ છે...