તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:જૂના સિવિલ સર્જનને પુન: કચ્છની જવાબદારી સોંપાઇ

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડો. કશ્યપ બૂચની મુખ્ય જિલ્લા તબીબી અધિકારી તરીકે નિમણૂક

કચ્છના જૂના સિવિલ સર્જનને જે તે સમયે ભુજની સમરસ હોસ્પિટલનો ચાર્જ સોંપાયા બાદ મુન્દ્રા સામૂહિક આરોગ્ય કેન્દ્રના સ્ત્રી રોગ નિષ્ણાતને મુખ્ય જિલ્લા તબીબી અધિકારી તરીકે વધારાનો ચાર્જ સોંપાયો હતો. રાજ્યના આરોગ્ય વિભાગે તેમને હટાવીને ફરી જૂના સિવિલ સર્જનને આ હોદ્દાની જવાબદારી સોંપી છે.

સિવિલ સર્જન પદે ફરજરત ડો. કશ્યપ બૂચને જે તે સમયે કોવિડની બીજી લહેર દરમિયાન ભુજમાં શરૂ કરાયેલી સમરસ હોસ્પિટલની જવાબદારી સોંપાઇ હતી અને તેમના સ્થાને ડો. જીજ્ઞાબેન દવેને મુખ્ય તબીબી અધિકારી સહ સિવિલ સર્જન તરીકે ઇન્ચાર્જમાં મુકાયા હતા.

થોડા સમય બાદ તેમને પણ જવાબદારીમાંથી મુક્ત કરીને મુન્દ્રા સામૂહિક આરોગ્ય કેન્દ્રના સ્ત્રી રોગ નિષ્ણાત ડો. એસ. કે. દામાણીને સિવિલ સર્જનનો વધારાનો હવાલો અપાયો હતો. તેમને આ જવાબદારી સોંપાતાં મુન્દ્રામાં આશા વર્કર બહેનો સહિતનાએ સ્થાનિકે આરોગ્ય સેવા કથળી હોવાના આક્ષેપ સાથે વિરોધ કર્યો હતો. ફરી એકવાર તબીબી સેવાના મદદનીશ નિયામકે ડો. કશ્યપ બૂચને મધ્યસ્થ જેલ ઉપરાંત સિવિલ સર્જન તરીકે વધારાનો ચાર્જ સોંપવાનો આદેશ જારી કર્યો છે.

ડો. દામાણીને પુન: મુન્દ્રાની પૂર્ણકાલિન જવાબદારી
મુન્દ્રા સીએચસીના પ્રસિતુગૃહમાં સ્ત્રીરોગ નિષ્ણાંત તરીકે ફરજ બજાવતા ડો દામાણીને સિવિલ સર્જન તરીકે વધારાનો ચાર્જ સોંપતાં સ્થાનિક પ્રસૂતિગૃહનો વહિવટ ખોડંગાયો છે તેવા આક્ષેપ સાથે પ્રથમ તાલુકા કોંગ્રેસે આવેદનરૂપે તબીબની પુનઃ નિયુક્તિની માંગ કરી હતી. ત્યાર બાદ છેલ્લા ત્રણ દિવસથી આશા વર્કર અને પ્રસૂતા મહિલાઓએ હોસ્પિટલ પરિસરમાં ધરણાં કરતાં તેના પડઘા છેક ગાંધીનગર સુધી પડતાં ડો. દામાણીને પુનઃ મુન્દ્રામાં પૂર્ણકાલિન સેવા સોંપાઇ છે

અન્ય સમાચારો પણ છે...