કોરોના સહાય:કચ્છમાં કોવિડથી સત્તાવાર મૃત્યુ 282 જયારે પ્રથમ દિને ફોર્મ ઉપડ્યા 120થી વધુ

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની મામલતદાર કચેરીઅોઅે હાથ ધરાઇ કામગીરી

કચ્છની તમામ મામલતદાર કચેરીઓએથી તા.23-11, મંગળવારથી કોરોના સહાય માટેના ફોર્મના વિતરણ-જમા માટેની કામગીરી શરૂ કરાઇ છે અને પ્રથમ દિવસે જિલ્લામાં 120 ફોર્મ ઉપડી ગયા હતા, જયારે 13 જમા થયા હતા.

સરકાર દ્વારા કોરોનાથી મૃત્યુના કિસ્સામાં દર્દી દીઠ 50 હજારની સહાય સંબંધિત દર્દીના વારસોને આપવામાં આવી રહી છે અને રાજ્યના અમુક જિલ્લાઅોમાં તા.22-11, સોમવારથી જ સહાય માટેના ફોર્મ ભરવા માટેની કામગીરી શરૂ કરી દેવાઇ હતી. ઇન્ચાર્જ ડિઝાસ્ટર મામલતદાર નિરવ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, કચ્છવાસીઅોને જિલ્લા મથકે ધક્કો ન પડે તે માટે દરેક તાલુકા મામલતદાર કચેરીઅેથી ફોર્મ મળી રહે અને અાધારો સાથે ફોર્મ જમા પણ થઇ શકે તેવી વ્યવસ્થા ગોઠવી તા.23-11, મંગળવારથી અા કામગીરી શરૂ કરી દેવાઇ છે અને પ્રથમ દિવસે જ 120થી વધુ ફોર્મ ઉપડી ગયા હતા. અત્રે અે પણ નોંધવું રહ્યું કે, કચ્છમાં તંત્રના મત્તે 282 દર્દી જ કોરોનાથી મૃત્યુ પામ્યા છે. જો કે, બિનસત્તાવાર રીતે કોરોનાથી મૃત્યુનો અાંક ખુબ જ ઉંચો છે અને ફોર્મ વિતરણના પ્રથમ દિવસે જ અેટલે કે, મંગળવારે જિલ્લામાં 120થી વધુ ફોર્મનો ઉપાડ થયો હતો, જેમાં સાૈથી વધુ ભુજ શહેર મામલતદાર કચેરીઅેથી 44 અને ગ્રામ્ય મામલતદાર કચેરીઅેથી 11 ફોર્મ ઉપડ્યા હતા જયારે 13 જેટલા ફોર્મ જમા પણ થઇ ગયા છે. અધુરામાં પૂરું અમુક લાભાર્થીઅો પાસે અગાઉથી જ સહાય માટેના ફોર્મ તો અાવી ગયા છે પરંતુ તે ભરવામાં મુશ્કેલી પડતી હોવાની રાવ પણ ઉઠી રહી છે.

અબડાસા, મુન્દ્રા મામ. કચેરીઅેથી અેક પણ ફોર્મનું વિતરણ ન થયું
ફોર્મ વિતરણ મુદ્દે મુન્દ્રા મામલતદાર કચેરીનો સંપર્ક સાધતા અેવો જવાબ મળ્યો હતો કે, તેમને મંગળવારે જ અા માટેની સુચના મળી હોઇ બુધવારથી કામગીરી હાથ ધરાશે. તો વળી અબડાસા મામલતદાર ડામોરે પણ જણાવ્યું હતું કે, અેકપણ ફોર્મનું વિતરણ કરાયું નથી.

ફોર્મ વિતરણનો તાલુકાવાર ચિતાર

તાલુકોઉપાડજમા
ભુજ557
ગાંધીધામ122
માંડવી73
નખત્રાણા61
રાપર30
અંજાર20
લખપત20
અન્ય સમાચારો પણ છે...