તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાતમુહૂર્ત:પદાધિકારીઓએજતા જતા ખાતમુહૂર્તની વણઝાર શરૂ કરી

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પાલિકા દ્વારા દિવાળી પહેલા શરૂ થઈ ગયા માર્ગોના બાકી વિસ્તારની વિધિ !

ભુજ નગરપાલિકાના પદાધિકારીઅોઅે મુદ્દત પૂરી થાય અે પહેલા ખાતમુહૂર્તની વણઝાર શરૂ કરી દીધી છે, જેમાં રોડના કામો શરૂ થઈ ગયા બાદ પણ ખાતમુહૂર્તની તક ઝડપી લીધી છે. વોર્ડ નંબર 4માં સોમવારે સવારે જયેષ્ઠાનગરમાં અંબિકા ગરબી ચોકમાં અને વોર્ડ નંબર 5માં જ્યુબુલિ સર્કલથી જિલ્લા ઉદ્યોગ, સ્ટેશન રોડના ડામરના કામનું ખાતમુહૂર્ત થવાનું છે. પરંતુ, દિવાળી પહેલા જ માર્ગોના રિસર્ફસિંગ સહિતના કામો શરૂ થઈ ગયા હતા. દિવાળી સમયે કામદારો તહેવાર ઉજવવા વતન ગયા હતા, જેથી દિવાળી બાદ પરત અાવ્યા પછી પુન: કામ શરૂ કરી દેવાયા છે, જેથી માર્ગોના જે કામો શરૂ થઈ ગયા છે અેના ફકત બાકી રહેલા ભાગનું પણ ખાતમુહૂર્ત કરવાની તક ઝડપી લેવાઈ છે.

હવે કામદારો અેક અેક હથિયાર ઉપાડશે તો ઉપાડેલા હથિયારનું પણ ખાતમુહૂર્ત કરી દેવાય તો નવાઈ નહીં! અખબારી યાદીમાં જણાવ્યા મુજબ અેસ.બી. અાઈ. પાર્કિંગ પ્લોટ સામે 11 વાગે નગરપ્રમુખ લતાબેન સોલંકીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાશે, જેમાં ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડો. નિમાબેન અાચાર્યના હસ્તે ખાતમુહૂર્ત થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો