તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:નેહરુ યુવા કેન્દ્રની કામગીરીમાં યુવાનોની સંખ્યા વધારાશે

ભુજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત ચાલતા નેહરૂ યુવા કેન્દ્ર-ભુજની 2020-21ના યુવા કાર્યક્રમને બહાલી આપવા માટે ભુજ ખાતે બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં નિવાસી અધિક કલેક્ટર કુલદિપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં મળી હતી. કાર્યક્રમમાં વર્ષ 2020-21માં યોજાનારા કાર્યક્રમોની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને કાર્યક્રમોની સંખ્યા, સ્થળ, તારીખ અને બજેટ સહિતની માહિતી આપવામાં આવી હતી. તાલુકાઅોમાં થતા કાર્યક્રમોમાં વધુમાં વધુ યુવાઅો જોડાય અને સમાજને સાૈથી વધુ ફાયદો થાય તેની માટે અેક્શન પ્લાન બનાવવામાં આવ્યો હતો, જેમાં બેઠકમાં હાજર તમામે સહકાર આપ્યો હતો. આ બેઠકમાં અજિત શર્મા, આરસેટી નોડલ અધિકારી, અદાણી કાૈશલ વિકાસ કેન્દ્રના અધિકારી, આચાર્ય સિનિયર સેકન્ડ શાળાના અધિકારી, સેતુ અભિયાનના અધિકારી, યુનિસેફના અધિકારીઅો, રાષ્ટ્રીય યુવા પુરસ્કાર, યુવા ક્લબના સભ્યો સહિતના જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...