તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફિટનેશ કેમ્પ:છેલ્લા છ માસમાં ફિટનેશ કેમ્પોમાં ગાડીઓની સંખ્યા બમણી થઇ ગઇ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધંધામાં તેજી આવતા વાહનોની સંખ્યામાં વધારો

પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ચાલુ માસે મુંદરા, માંડવી, નખત્રાણા, દયાપર, રાપર, ભચાઉ સહિતના તાલુકા મથકો ખાતે યોજાયેલા ફિટનેશ કેમ્પો યોજાયા હતા. ટ્રાન્સપોર્ટેશન ધંધામાં તેજી આવતા વાહન માલિકો ફિટનેશ કરાવવા લાગ્યા છે જેના કારણે ફિટનેશ કેમ્પમાં આવતા વાહનોની સંખ્યા બમણી થઇ ગઇ છે. કેમ્પમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા, સુરત, હિંમતનગર, જામનગર રજીસ્ટ્રેશનના વાહનોનું પણ ફિટનેશ કરી આપવામાં આવે છે.

છેલ્લા થોડાક માસથી વાહન ફિટનેશની પદ્ધતિ બદલાવાઇ છે, દરેક વાહનના મોબાઇલ એપલીકેશનમાં 8 ફોટા પાડવાના હોય છે. આ પદ્ધતિને કારણે એક ટકા પણ ગેરરિતી થવાની સંભાવના રહેતી નથી. લોકડાઉનમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં મંદી આવી હતી તો ધંધા-રોજગાર પણ બંધ હોવાથી માત્ર આવશ્યક ચીજવસ્તુઓનું ઉત્પાદન થતું હતું. છેલ્લા થોડા સમયથી ભુજ અને ગાંધીધામની આર.ટી.ઓ. કચેરી મધ્યે તેમજ દરેક તાલુકા મથકોએ યોજાતા ફિટનેશ કેમ્પમાં આવતા વાહનોની સંખ્યા બમણી થઇ ગઇ છે.

મુન્દ્રા, માંડવી, નખત્રાણા, ભચાઉ, રાપર સહિતના તાલુકા મથકોએ યોજાતા ફિટનેશ કેમ્પમાં અગાઉ 20થી 30 વાહનોની સંખ્યા રહેતી હતી પણ હવે 80થી 100 જેટલા વાહનો ફિટનેશ કરાવવા આવતા હોય છે. અન્ય જિલ્લાના વાહનો હોય પણ અહીં સ્થાનિકે કોઇ કંપનીમાં બાંધવામાં આવ્યા હોય તો પાસિંગ કરાવવા માટે છેક વડી કચેરીએ ધક્કો ખાવો ન પડે તે માટે કેમ્પમાં ફિટનેશ ઇસ્યુ કરી દેવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...