તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માસ પ્રમોશન:કચ્છમાં ધો.11ના વર્ગોની સંખ્યા જુલાઈ માસમાં નક્કી થશે

ભુજ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ધોરણ 10નું આંતરિક મૂલ્યાંકન, ધોરણ 9ની પ્રથમ કસોટીના આધારે જૂનના અંતે પરિણામ
  • માસ પ્રમોશનને કારણે છાત્રોની સંખ્યા વધી જવાની છે

સમગ્ર રાજ્યની સાથે કચ્છમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને શાળા દ્વારા આંતરિક મૂલ્યાંકન ગુણ અને ધોરણ 9ની પ્રથમ કસોટીના આધારે પરિણામ તૈયાર કરવાના બે વિકલ્પ અપાયા છે. જેનું પરિણામ જૂન મહિનાના અંતે આવશે, જેથી જુલાઈ માસમાં ધોરણ 11ના વર્ગો નક્કી થશે. કેમ કે, માસ પ્રમોશનને કારણે દર વર્ષ કરતા આ વખતે વિદ્યાર્થીઓની સંખ્યા વધી જવાની છે.

કોરોનાને કારણે 2020ની જૂનથી 2021ના એપ્રિલ મહિના સુધીનું શૈક્ષણિક સત્ર શાળામાં પ્રત્યેક્ષ શિક્ષણ વિના વીત્યું છે. જોકે, ઓન લાઈન શિક્ષણ ચાલુ હતું. પરંતુ, હજુય કોરોનાની અંકુશ બહાર ગયેલી બીજી લહેરની સ્થિતિમાં સુધારો થયો નથી, જેથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ સંભવ બની નથી. વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા નિર્ણય લેવાયો છે. પરંતુ, કચ્છમાં દર શૈષણિક વર્ષે 32000ની આસપાસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય છે અને 60 ટકાની આસપાસ પરિણામ આવતું હોય છે, જેથી માત્ર 19000ની આસપાસના વિદ્યાર્થીઓને ધોરણ 11માં પ્રવેશ અપાતો. પરંતુ, આ વખતે 32000 વિદ્યાર્થીઓ પાસ થઈ જાય તો વર્ગો ખંડો વધારવાનો પ્રશ્ન ઊભા થાય. એ વિના છાત્રોને સમાવી ન શકાય.

કમિશ્નરને દરખાસ્ત કરી દેવાઈ છે : ડી.ઈ.ઓ.
જિલ્લા શિક્ષણાધિકારી ડો. ભગવાન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, કમિશ્નરને વર્ગ ખંડોના સંભવિત વધારાની દરખાસ્ત મોકલી દેવાઈ છે. પરંતુ, જુલાઈ માસમાં પરિણામ આવ્યા પહેલા મંજુરી મળે એવી શક્યતા નથી, જેથી જુલાઈ માસમાં જ આખરી ચિત્ર સ્પષ્ટ થશે.

પરિણામનું આખરીકરણ ચાલુ
બોર્ડ દ્વારા જાહેર કરેલી પદ્ધતિ મુજબ વિદ્યાર્થીઓના પરિણામનું શાળાઓ દ્વારા 2021ની 4થી જૂનથી 10મી જૂન સુધી આખરીકરણ કરવામાં આવશે.

બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના ગુણપત્રક અને પ્રમાણપત્ર જુલાઇમાં વિતરણ કરાશે
બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના ઓન લાઈન પરિણામની જાહેરાત જૂનના અંતિમ અઠવાડિયામાં કરાશે. પરંતુ, બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના ગુણપત્રક અને પ્રમાણપત્રનું જુલાઈના બીજા અઠવાડિયામાં વિતરણ કરવામાં આવશે. જે બાદ પ્રવેશ માટે અરજી કરનારા વિદ્યાર્થીઓના આધારે કેટલા વર્ગ ખંડો વધારવા એ નક્કી કરવામાં આવશે.

બોર્ડની વેબસાઈટ 17મી જૂન સુધી અપલોડ કરાશે
શાળાઓ દ્વારા તૈયાર કરાયેલા પરિણામ બોર્ડની વેબસાઈટ ઉપર 2021ની 8મી જૂનથી 17મી જૂન સુધી અપલોડ કરવાની કાર્યવાહી ચાલશે.

અન્ય સમાચારો પણ છે...