તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્વે:ભારતના રાષ્ટ્રીય પક્ષી મોરની સંખ્યા કચ્છમાં ઘટે છે, પણ પાડોશ સિંઘમાં વધે છે !

ભુજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાકિસ્તાનમાં મોરની વધતી સંખ્યાની આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઇ
  • અફસોસ... હવે નાપાક પાડોશીથી શીખવાની નોબત આવી ગઇ : પાકિસ્તાનમાં મોરની વધતી સંખ્યાની અાંતરરાષ્ટ્રીય સ્તરે પણ નોંધ લેવાઇ

ક્યારેય કલ્પનામાં પણ વિચાર્યું નહીં હોય કે ભારતને નાપાક પાકિસ્તાનમાંથી કોઇ બાબત શીખવી પડી શકે તેમ છે. જી હા, કમસે કમ કચ્છના વનખાતા સહિતના તંત્રોને પાકિસ્તાનના વનતંત્રમાંથી બોધપાઠ લેવા જેવો છે ! હાલ પવનચક્કી અને શિકાર સહિતની ઘટનાઅોના કારણે કચ્છમાં ટપોટપ રાષ્ટ્રીય પક્ષી મોરના મોત થઇ રહ્યા છે. પરંતુ કચ્છને અડીને અાવેલા સિંધના કચ્છ વાઇલ્ડ લાઇફ સેન્સુરીમાં મોરની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે ! હા, કચ્છના નામે જ પાકિસ્તાનમાં અેક અભયારણ્ય છે. જેમાં મોરની વઘતી સંખ્યાની નોંધ અાંતરરાષ્ટ્રીય સ્તરે લેવાઇ રહી છે.

કચ્છને અડીને અાવેલા પાકિસ્તાનના બદીન, થરપારકર, નગરપારકર સહિતના વિસ્તારોની અાબોહવા કચ્છને મળતી અાવે છે. અહીં અાવેલા રણને પણ રણ અોફ કચ્છ તરીકે જ અોળખવામાં અાવે છે ! કચ્છની જેમ અહીં પણ મોરનો વસવાટ છે. પાકિસ્તાનમાં મોર કચ્છ પાસેના બોર્ડર વિસ્તારો અને તેના કબ્જાવાળા જમ્મુ-કશ્મીરના વિસ્તારોમાં જોવા મળે છે. સિંઘમાં મોરની વસતી ઘટી રહી હતી. જોકે હવે, સિંધ પ્રાંતના વન્યપ્રાણી અધિકારીઓ દાવો કરે છે કે થરપારકર જિલ્લામાં કચ્છ વન્યપ્રાણી અભયારણ્યમાં મોરની સંખ્યા વધી છે.

વન્યજીવ મીરપુરખાસ વિભાગના નાયબ સંરક્ષક મીર અૈાજાઝ તાલપોરે અેક અાંતરરાષ્ટ્રીય સમાચાર અેજન્સીને જણાવ્યું હતું કે, અમે આ સ્થાનને મોરના પ્રાકૃતિક નિવાસસ્થાનમાં પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અેક વાયરલ રોગના કારણે વર્ષ 2011માં અહીં મોરની સંખ્યામાં મોટાપાયે ઘટાડો નોંધાયો હતો. જોકે હવે વસતીમાં વધારો થઇ રહ્યો છે. અા અભયારણ્યમાં હાલ હજારોની સંખ્યામાં મોરનો વસવાટ છે.

અભયારણ્યમાં સંરક્ષણના સક્રિય પ્રયાસો સાથે સંખ્યા વધારાઇ
પાકિસ્તાના અા વિશાળ વિસ્તારને આવરી લેતા અભયારણ્યમાં આઠ કર્મચારીઓએ મોરના સંરક્ષણના પ્રયત્નોને વધુ વેગ આપ્યો, વધુ પોષક અનાજ પૂરા પાડ્યા અને પાણી માટે વધુ નાના તળાવો બનાવ્યા. કન્ઝર્વેશન સ્ટાફ હવે ગરમ મહિના દરમિયાન પાણીની બોટલો અને બાઉલ ભરીને ચક્કર લગાવે છે. કચ્છ અભયારણ્યના રહીશો પણ મોરની વસ્તીને ટેકો આપવા માટે સહકાર અાપી રહ્યા છે. અહીં મોટી સંખ્યામાં હિન્દુ લોકોની વસતી છે. લોકો પાણી અને ખાદ્ય સામગ્રી મોરને અાપે છે.

સિંધ સરકારે 1980માં કચ્છ અભયારણ્ય જાહેર કર્યું
સિંધમાં અાવેલા કચ્છના રણનો ભૌગોલિકભાગ અેક રામસર સાઇટ છે. જે સિંધમાં 5,66,375 હેક્ટરમાં ફેલાયેલી છે. આ ઉપરાંત રામસાર સ્થળને 1980 માં સિંધ સરકાર દ્વારા તેને વન્યપ્રાણી અભયારણ્ય પણ જાહેર કરાયું હતું. અા વિસ્તાર પાકિસ્તાનના સાૈથી સમૃદ્ધ ઇકો સિસ્ટમ અને વન્ય સંપદા ધરાવે છે. કચ્છના રણની જેમ અહીં પણ દર વર્ષે લાખોની સંખ્યામાં યાયાવર પક્ષીઅો પડાવ નાંખે છે.

અન્ય સમાચારો પણ છે...