તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ઇફેક્ટ:કોરોના બાદ માનસિક રીતે અસ્વસ્થ હોય તેવા દર્દીઓ વધ્યા

ભુજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જીકેમાં મનોરોગીઓ માટે વિશેષ સારવાર સેવા શરૂ કરાઇ

વૈશ્વિક મહામારીમાં સપડાયેલા મક્કમ મનોબળ ધરાવતા લોકો જંગ જીત્યા બાદ માનસિક રીતે સ્વસ્થ રહે છે પણ કચ્છમાં કોવિડ બાદ મનોરોગ વધી રહ્યા હોવાનું જણાતાં ભુજની જનરલ હોસ્પિટલમાં આ પ્રકારના દર્દીઓની વિશેષ સારવાર શરૂ કરાઇ છે જેનો લાભ સપ્તાહમાં ચાર વારે મળી શકશે.

અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલમાં કોરોનાના કેસમાં ઘટાડો નોંધાતા ધીરેધીરે અન્ય વિભાગમાં સારવાર લેવા ઇચ્છતા દર્દીઓ આવવા લાગ્યા છે. એ બાબતને ધ્યાનમાં લઈ હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગે માનસિક તકલીફ ધરાવતા વ્યક્તિઓ માટે અઠવાડિયામાં ચાર દિવસ દરમિયાન વિશેષ સારવાર સેવા(સ્પેશિયાલિટી) નો પ્રારંભ કર્યો છે.

અધિક મેડિકલ સુપ્રિ. અને મનોચિકિત્સા વિભાગના વડા ડો. મહેશ તિલવાણીએ કહ્યું કે, સોમ, મંગળ, ગુરુ અને શુક્રવારે સાંજે આ ખાસ સેવા આપવાનું નક્કી કરાયું છે. સોમવારે સાંજે ૩થી ૫ ચેતાતંતુ અને મગજને લગતા(ન્યૂરો સાઇકિયાટ્રી), મંગળવારે બાળકોને જરૂરી માનસિક તકલીફ માટે, ગુરુવારે વ્યસનમુક્તિ (ડી-એડિક્શન) અંગે ખાસ સલાહ આપવામાં આવશે. જ્યારે શુક્રવારે સાંજે ફેમિલી કાઉન્સેલિંગ કરવામાં આવશે. રૂમ ન. 54 અને 55માં ડો. તિલવાણીઅને આસી. પ્રો.ડો. ચિરાગ કુંડલિયા, ડો. રિધ્ધિ ઠક્કર સેવા આપે છે. કોરોના પછી બદલાયેલી માનસિક અસ્વસ્થતા વચ્ચે દર્દીને દવા, દુઆ અને સાંત્વના મળે તો જીવન જીવવા માટે વિશ્વાસ સંપાદન થાય એ માટે આ વિભાગે એક નવતર પ્રયોગ શરૂ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...