તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhuj
 • The Number Of Active Cases Has Increased To 210 With 26 New Positive Cases Of Corona Being Registered In Bhuj Today.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ભુજમાં કોરોનાનો કહેર યથાવત, આજે નવા 26 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા સાથે એક્ટિવ કેસની સંખ્યા વધીને 210 થઈ

ભૂજ14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આજે જિલ્લામાં 10102 લોકોને કોરોનાની રસી આપવામાં આવી

ભુજ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં આજે નવા 26 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ કોરોના પોઝિટિવ કેસનો આંક 5094 પહોંચી ચૂક્યો છે. આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં ભુજ શહેરમાં 6, ગાંધીધામ 6, અંજાર 5, મુન્દ્રા ગ્રામ્ય 3, રાપર, ભચાઉ, ગાંધીધામ, અબડાસા અને અંજાર ગ્રામ્યમાં 1-1 કેસ નોંધાયા છે.

જિલ્લામાં અત્યાર સુધીમાં થયેલા કુલ મૃત્યુનો આંક 81 છે

કોરોનાના કહેર વચ્ચે રાહતની વાત એ કે, આજે જિલ્લામાં 16 લોકો કોરોનાને માત આપવામાં સફળ રહ્યાં છે. ભુજ જિલ્લામાં હવે કુલ ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 4772 થઈ છે. જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. જિલ્લામાં આજ દિન સુધીમાં 148517લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો