તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અનોખી ઉજવણી:માધાપરમાં રહેતા NRI દંપતીએ લગ્નની 53મી વર્ષગાંઠ અનાથ બાળકોની સાથે ઉજવી, બાળકોને મોલમાં ખરીદી કરાવી હળવી પણ માણી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકોને કપડાં, રમકડાં અને મનગમતી વસ્તુઓ લઈ આપી

પશ્ચિમી સંસ્કૃતિના આકર્ષણ હેઠળ લોકો જન્મ દિવસ, લગ્ન વર્ષગાંઠ કે અન્ય સ્પેશિયલ દિવસનું સેલિબ્રેશન એકથી વધુ કેક કાફી નાચ ગાન સાથે કરતા નજરે ચડતા હોય છે. તો અનેક લોકો ભારતીય સંસ્કૃતિ અનુસાર અન્ય સાથે ખુશીઓ વહેંચીને ખુશ થતા હોય છે અને પોતાની જિંદગીના મહત્વના દિવસની ઉજવણી કરતા હોય છે. આ પ્રકારની એક ઉજવણી એનઆરઆઈ કપલે ભુજના અનાથ આશ્રમના બાળકો સાથે કરી હતી.

માધાપર ખાતે રહેતા અને યુ.કે.ની નાગરિકતા ધરાવતા બિન નિવાસી ભારતીય દંપતી જાદવજી ભુડિયા અને અમૃતબેન ભુડિયાએ તેમની 53મી લગ્ન વર્ષગાંઠ ભુજના લોકસેવા સાર્વજનિક ટ્રસ્ટ સંચાલિત અનાથ આશ્રમના બાળકો સાથે હસીખુશી સાથે ઉજવી હતી. આશ્રમના બાળકોને દંપતી દ્વારા સેવન સ્કાય વિસ્તારમાં આવેલા વિવિધ બ્રાન્ડેડ મોલમાં કપડાં, રમકડાં સહિતની મન ગમતી વસ્તુઓની ખુલ્લાં દિલે ખરીદી કરાવી હતી. અને ભુજમાં સહેર કરાવી રમત ગમતના સાધનો પણ લેવડાવ્યા હતા જેના કારણે બાળકો ખુશ ખુશાલ થઈ ઉઠ્યા હતા.

લોકસેવા ટ્રસ્ટના રેનબસેરા ખાતે આશ્રિત બહેનોને પણ ભુડિયા દંપતી દ્વારા સાડીની ભેટ આપવામાં આવી હતી. તો સંસ્થાના સર્વે લોકો સાથે હળવી પળો માળી ખુશીઓ વહેંચી હતી. તેમની સાથે સેવાભાવી અને સંસ્થાના હેમેન્દ્રભાઈ જણશાળી સહિતના અગ્રણીઓ સેવાભાવીઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...