કામગીરી:એન.જી.ઓ.એ દેશલસર તળાવમાંથી વનસ્પતિ ઉખેડી ફેંકવાનું કામ શરૂ કર્યું

ભુજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભુજ શહેરના ભીડ નાકા બહાર રાજાશાહી વખતના દેશલસર તળાવની કાળજીના અભાવે ગટરના ગંદા પાણી જાય છે, જેથી અનિચ્છનીય જળકુંભી વનસ્પતિથી ભરાઈ ગયું છે. જેને પ્રસરતી અટકાવવાનું કામ વેળાસર થયું ન હતું, જેથી અાખા તળાવનું પાણી વનસ્પતિથી ઢંકાઈ ગયું હતું. જે વનસ્પતિ કાઢવામાં ભુજ નગરપાલિકા લાખો ખર્ચ્યા બાદ પણ નિષ્ફળ ગઈ હતી. પરંતુ, જેને ઉખેડી ફેંકવાનું કામ હવે દિલ્હીની અેનવાયરમેન્ટાલિસ્ટ ફાઉન્ડેશન અોફ ઈન્ડિયા નામની બિનસરકારી સંસ્થાઅે શરૂ કરી દીધું છે.

ઈ.અેફ.અાઈ. સંસ્થાઅે દેશના વિવિધ તળાવો ઉપરાંત ગુજરાતમાં અમદાવાદના મકરબા તળાવને સ્વચ્છ કરવાનું કામ પણ કર્યું છે. જેણે દેશલસર તળાવનું કામ વિનામૂલ્યે કરવાની ભુજ નગરપાલિકા પાસે દરખાસ્ત મૂકી હતી. પરંતુ, નગરપાલિકાની અગાઉની બોડીઅે ઠેકો અાપી કામ કરાવ્યું હતું. જોકે, બે બે ઠેકેદારોઅે કામ કર્યા બાદ ફરી ફરી વનસ્પતિ ઉગી નીકળી છે. અંતે હાલના પ્રમુખ ઘનશ્યામ અાર. ઠક્કરે સંસ્થાને કામ સોંપ્યું છે. જેણે શનિવારે કામ શરૂ કરી દીધું છે. જે પ્રસંગે, મુકેશ ચંદે, અશોક હાથી, રેશ્માબેન ઝવેરી, અનિલ છત્રાળા, કમલ ગઢવી હાજર રહ્યા હતા. કિશોર શેખા, મિલન ઠક્કરે વ્યવસ્થા સંભાળી હતી.

અન્ય સમાચારો પણ છે...