સતત પેટ્રોલિંગ:બીજા દિવસે BSFનું દરિયામાં સર્ચ ઓપરેશન, પણ કાંઇ હાથ ન લાગ્યું

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શુક્રવારે સાંધી જેટી પાસે કેફિદ્રવ્યનું પેકેટ મળતા સતત પેટ્રોલિંગ હાથ ધરાયું

શુક્રવારના સાંધી જેટી પાસે મોટા પીર નજીક બીએસએફની કેફી દ્રવ્યનું સંદિગ્ધ પેકેટ મળી આવ્યો હતો. પેકેટમાં ચરસ છે કે હિરોઈન એ તપાસવા માટે સૅમ્પલ મોકલવામાં આવ્યું છે. હજુ પણ પેકેટ દરિયામાં હોય તેવી શક્યતાને પગલે શનિવારના પણ બીએસએફ દ્વારા સેખરનપીર, હાજી હશન ટાપુ અને સાંઘી વિસ્તારમાં સર્ચ કરવામાં આવ્યું હતું પણ મોડે સુધી કંઈ મળી આવ્યું નથી. જૂન માસ હોતાં અરબસાગર રફ છે અને દરિયો તોફાની હોતા પેકેટ અંદર હશે અને તે કિનારા પર ફેંકાશે તેવી સંભાવનાને આધારે સર્ચ વધારવામાં આવ્યું છે.

દરિયો રફ હોતા સર્ચ પાર્ટી માટે આસાન નથી, છતાં જવાનો સતત સર્ચ ઓપરેશન કરી રહ્યા છે જેથી કોઈ પેકેટ હજુ પણ હોય તો તેનો કબજો મેળવી શકાય. તોફાની મોજા અને છિછરા પાણીને કારણે સર્ચ ઓપરેશન પાર્ટીને મુશ્કેલી જરૂર આવી છે પણ એજન્સીઓએ મહેનત કરી રહી છે જેથી પેકેટ હોય તો તેનો કબજો મેળવી શકાય.

અન્ય સમાચારો પણ છે...