તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓફલાઇન શિક્ષણ:બીજા દિવસે ધો. 6થી 8ના વધુ 8594 છાત્રો હાજર રહ્યા

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાળામાં હાજરી હવે 32.65 ટકાઅે પહોંચી

સમગ્ર ગુજરાતની સાથે કચ્છ જિલ્લામાં પણ પ્રાથમિક શાળાના ધોરણ 6થી 8ના વર્ગો શરૂ થઈ ગયા છે, જેમાં પ્રથમ દિવસે માત્ર 31664 વિદ્યાર્થીઅો હાજર રહ્યા હતા. જ્યારે બીજા દિવસે વધુ 8594 વિદ્યાર્થી વધીને 40258 થઈ ગયા હતા.

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પ્રજાપતિઅે વધુ વિગતો અાપતા જણાવ્યું હતું કે, સામાન્ય દિવસોમાં અોન લાઈન 123275 દિવસનો હાજરી બોલતી હોય છે. શનિવારે શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થયા બાદ 31664 વિદ્યાર્થીઅો શાળામાં અાવ્યા હતા. જોકે, વરસાદને કારણે અોછા છાત્રો અાવ્યાની સંભાવના છે. જોકે ,બીજા દિવસે વધીને 40258 વિદ્યાર્થીઅો થઈ ગયા છે. અામ, પ્રથમ દિવસે 25.68 ટકા હાજરી હતી.

જે બીજા દિવસે વધીને 32.65 ટકા થઈ ગઈ છે. જોકે, વર્ગોમાં 50 ટકા વિદ્યાર્થીઅોને જ બોલાવવાના છે અને અેકાંતરે વારાફરતી બોલાવવાના છે, જેથી માર્ગદર્શિકા મુજબ 50 ટકા ઉપર હાજરી પહોંચી જશે. જો હાજરી વધશે તો ધોરણ 1થી 5ના ખાલી વર્ગોમાં 50 ટકાની મર્યાદામાં વિદ્યાર્થીઅોને સમાવવાની વ્યવસ્થા કરાશે. જોકે, હાલ અે પ્રશ્ન ઊભો નહીં થાય.

અન્ય સમાચારો પણ છે...