તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદી ઝાપટા:કચ્છમાં બીજા દિવસે વરસાદી માહોલ યથાવત, પૂર્વથી પશ્ચિમના વિસ્તારોમાં ઝાપટા

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેઘરાજાએ પધરામણી કરતા સામાન્યથી અડધા ઇંચ જેટલું પાણી વરસાવી દીધું

ભુજ

વરસાદ કચ્છમાં બીજા દિવસે વરસાદી માહોલ યથાવત, પૂર્વથી પશ્ચિમના વિસ્તારોમાં ઝાપટા

મેઘરાજાએ પધરામણી કરતા સામાન્યથી અડધા ઇંચ જેટલું પાણી વરસાવી દીધું

કચ્છમાં આજે બુધવારે બીજા દિવસે મેઘરાજાએ પધરામણી કરતા સામાન્યથી અડધા ઇંચ જેટલું પાણી વરસાવી દીધું હતું તો સવારથી સાંજ સુધી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા પડતા માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા.

હવામાન વિભાની પૂર્વ આગાહી વચ્ચે પૂર્વા નક્ષત્રના પ્રારંભ સાથે જન્માષ્ટમીની મધ્ય રાત્રીના પૂર્વ કચ્છના રાપરમાં અડધા ઇંચ વરસાદ સાથે પડેલો વરસાદ આજે બીજા દિવસે પણ ઝાપટારૂપી હાજર રાહયો છે. આજે સવારે ગાંધીધામમાં ઝરમર અને નજીકના કંડલા ખાતે ધીમેધારે વરસાદ વરસ્યો હતો. મુન્દ્રમાં શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં છૂટક ઝાપટા પડતા અડધો ઇંચ પાણી પડી જતા બાળકોએ તેમાં નાહવાનો લ્હાવો લીધો હોવાનું રાહુલભાઈ દાવડાએ જ્યારે ભચાઉમા સાંજે વરસાદ શરૂ થયો હોવાનું ધનસુખભાઈ સોલંકીએ જણાવ્યું હતું . છેલ્લા થોડા દિવસોથી વાતાવરણમાં વધી ગયેલા ઉકળાટમાં વરસાદના પગલે રાહતની અનુભૂતિ લોકોએ વ્યક્ત કરી હતી.

દરમ્યાન સમાખીયાળી ના ખેડૂત મુળજીભાઈ બળાએ લાંબા સમયના અંતરાલ બાદના વરસાદને બિન લાભ દાયક ગણાવ્યો હતો અને એક મહિના સુધી વરસાદ ના પડવાથી મોટા ભાગનું ખેડૂતોએ કરેલું વાવેતર નિષ્ફળ ગયું હોવાનું જણાવ્યું હતું એ અંગે ભચાઉ કિશાન સંઘ તંત્રને આવેદન પત્ર દ્વારા ધ્યાન દોરશે એવું કહ્યું હતું.

સાંજે રાપર, ફતેહગઢ,અંજાર, તુંણા, નાળિયામાં પણ વરસાદ પડી રહયાનું જાણવા મળ્યું હતું.અંજારમાં પવન સાથે તોફાની વરસાદ શરૂ થયાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...