સહાયના ફોર્મ:બીજા દિવસે કોરોના સહાયના ફોર્મ ઉપડ્યા 266, ને જમા 32

ભુજ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સત્તાવાર 282 મૃત્યુ સામે 386થી વધુ લોકો ફોર્મ લઇ ગયા

કચ્છમાં સત્તાવાર રીતે કોરોનાથી મૃત્યુનો અાંક 282 બતાવાયો છે પરંતુ કોરોના સહાય માટે પ્રથમ દિવસે 120થી વધુ અને બીજા દિવસે 266 મળી બે દિવસમાં જ 386 થી વધુ ફોર્મ ઉપડ્યા છે, જેની સામે 45 ફોર્મ જમા પણ થઇ ગયા છે.

કોરોનાની બીજી લહેર દરમ્યાન કચ્છમાં પરિસ્થિતિ કાબુ બહાર ગઇ હતી, જો કે, તંત્ર દ્વારા કોરોનાથી મોત અંગેનો સાચો અાંકડો અાજદિન સુધી જાહેર કરાયો નથી અને સત્તાવાર રીતે માત્રને માત્ર 282 દર્દીના મોત બતાવાય છે. હાલે કોવિડ-19ના કારણે મૃત્યુ પામેલા દર્દીના વારસોને દર્દી દીઠ 50 હજાર મુજબ સહાય અપાય છે અને તે માટેના ફોર્મ પણ તમામ મામલતદાર કચેરીઅોઅે ભરાઇ રહ્યા છે ત્યારે કચ્છમાં પ્રથમ દિવસે 120થી વધુ ફોર્મ ઉપડ્યા હતા અને 13 જમા પણ થઇ ગયા હતા અને બીજા દિવસે વધુ 266 લોકો ફોર્મ લઇ ગયા હતા અને 32 લોકોઅે અાધારો સાથે ફોર્મ જમા પણ કરાવી દીધા છે ત્યારે માત્ર બે દિવસમાં કચ્છના 386થી વધુ લોકો સહાય મેળવવા માટે ફોર્મ લઇ ગયા છે અને 45 લોકોઅે જમા પણ કરાવી દીધા છે. જો કે, સરકારે તાજેતરમાં અેવી જાહેરાત કરી છે કે, કોરોના રિપોર્ટ પોઝિટિવ અાવ્યા બાદ 30 દિવસમાં દર્દી મૃત્યુ પામે તો તેવા કિસ્સામાં કોરોનાથી મૃત્યુ થયું છે અેમ ગણવું. જો કે, સહાય માટેના ફોર્મની પ્રક્રિયા સંપન્ન થયા બાદ જિલ્લામાં કેટલા લોકોનો કોરોનાઅે ભોગ લીધો તેનો સાચો અાંકડો બહાર અાવશે.

અન્ય સમાચારો પણ છે...