કોરોના અપડેટ:બીજા દિવસે કોરોનાનો કેસ, આણંદપરમાં વ્યક્તિ સંક્રમિત

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કચ્છ જિલ્લામાં કોરોના મહામારીએ ફરી માથું ઊંચક્યું હોય તેમ જિલ્લામાં એકલ દોકલ કેસો આવી રહ્યા છે.સોમવારે માંડવી તાલુકાના લાયજા ગામમાં સગર્ભા મહિલાને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો જે બાદ મંગળવારે પણ જિલ્લામાં કોવિડ પોઝિટિવ કેસ આવ્યો છે જેમાં ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કોવિડ પોઝિટિવ કેસ આવ્યો છે.સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ભુજ તાલુકાના આણંદપર ગામમાં વ્યકતિને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે.

આ ઉપરાંત ભુજ અને ગાંધીધામમાં 1 -1 દર્દીને રજા આપવામાં આવી હતી જેથી એક્ટિવ કેસની સંખ્યા 4 થઈ છે.દરમ્યાન મંગળવારે જિલ્લામાં 5045 લોકોએ કોરોના વાયરસની રસી મુકાવી હતી.જેમાં અબડાસામાં 135,અંજારમાં 683,ભચાઉમાં 664,ભુજમાં 659,ગાંધીધામમાં 703,લખપતમાં 111,માંડવીમાં 439,મુન્દ્રામાં 580,નખત્રાણામાં 678 અને રાપરમાં 393 લોકોએ રસી મુકાવી છે. તહેવારના દિવસોમાં લોકો માસ્ક પહેરીને રાખે એ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...