તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિનેશન:બીજા દિવસે 1050માંથી 1001 યુવાનોએ રસી લીધી

ભુજ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 2 દિવસમાં 18થી 44 ઉમરના 2831 લોકોનું થયું રસીકરણ
 • રાપરમાં 102 ટકા, બે કેન્દ્ર ઉપર 99 ટકા સફળતા મળી

કચ્છમાં રવિવારે 10 કેન્દ્રો ઉપર 18થી 44 વર્ષના નોંધાયેલા 1050માંથી 1001 યુવક યુવતીઅોઅે રસી લીધી હતી, જેમાં રાપર સામૂહિક અારોગ્ય કેન્દ્રમાં નોંધાયેલા 100ને ઉપરાંત 2 વ્યક્તિને રસી અપાઈ હતી, જેથી 102 ટકા સફળતા મળી હતી. અે સિવાય ગઢશીશા સામૂહિક અારોગ્ય કેન્દ્રમાં 100, ભુજ અર્બન હેલ્થ સેન્ટર -1 અને અંજાર અેસ.ડી.અેચ. ઉપર 100માંથી 99 વ્યક્તિ રસી લીધી હતી. જે સાથે 2 દિવસમાં 2831 જુવાનિયાઅોઅે રસી લીધી છે. કચ્છમાં રાપર, ભુજ અને અંજાર ઉપરાંત કિડાણા પ્રાથમિક અારોગ્ય કેન્દ્રમાં 150માંથી 146, સામખિયાળી પ્રાથમિક અારોગ્ય કેનદ્રમાં 100માંથી 92, મુન્દ્રા સામૂહિક અારોગ્ય કેન્દ્રમાં 100માંથી 91, નેત્રા પ્રાથમિક અારોગ્ય કેન્દ્રમાં 100માંથી 95, નલિયા સામૂહિક અારોગ્ય કેન્દ્રમાં 100માંથી 88, દયાપર સામૂહિક અારોગ્ય કેન્દ્રમાં 100માંથી 89 વ્યક્તિઅોઅે રસી લીધી હતી.

રસીકરણ કેન્દ્રની જિલ્લા વિકાસ અધિકારી અને ઈનચાર્જ કલેકટર ભવ્ય વર્માઅે મુલાકાત લીધી હતી. અહીં અેક વાત નોંધવી ઉચિત ગણાશે કે, રસીકરણ અધિકારી તરીકે ચાર્જ સંભાળ્યા બાદ ડો. પ્રેમકુમાર કન્નરે રસીકરણ કેન્દ્રમાં વ્યવસ્થા ગોઠવવી, સ્થળ નિરીક્ષણ કરવું અને દિવસ અંતે કયા કેન્દ્ર ઉપર કેટલી વ્યક્તિઅોઅે રસી લીધી અેનો લીસ્ટ પણ તૈયાર રાખી માધ્યમો સુધી પહોંચાડી દે છે. જ્યારે રેપીડ, અાર.ટી.-પી.સી.અાર. ટેસ્ટ કરનારા અધિકારી અેની તસદી લેતા નથી. અામ, મન હોય તો માળવે જવાય અે કહેવત અહીં પણ સાર્થક થતી જોવા મળી રહી છે.

અાજે વધુ 1000 નોંધાયેલાને અપાશે ડોઝ
(1) દહિસરા પ્રાથમિક અારોગ્ય કેન્દ્ર, (2) રતનાલ પ્રાથમિક અારોગ્ય કેન્દ્ર, (3) ગાંધીધામ અર્બન હેલ્થ સેન્ટર -2, (4) ધોળાવીરા પ્રાથમિક અારોગ્ય કેન્દ્ર, (5) ગાગોદર પ્રાથમિક અારોગ્ય કેન્દ્ર, (6) ભુજપુર સામૂહિક અારોગ્ય કેન્દ્ર, (7) કોડાય પ્રાથમિક અારોગ્ય કેન્દ્ર, (8) વિરાણી મોટી પેટા અારોગ્ય કેન્દ્ર (9) મોથાળા પ્રાથમિક અારોગ્ય કેન્દ્ર, (10) પાન્ધ્રો પેટા અારોગ્ય કેન્દ્રમાં અાજે નોંધાયેલા કુલ 1000 લોકોને રસી અાપવામાં અાવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો