સરપંચનાં અધિકાર:નવા સરપંચો પંચાયતની કાયદાનો અભ્યાસ કરી અધિકારો જાણી લે

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પંચાયતના માજી વિપક્ષીનેતાએ વેરા વસુલાત ઉપર ભાર મૂક્યો

કચ્છમાં 400થી વધુ સરપંચો ચૂંટાયા છે અને ઉપસરપંચોની વરણી થવાની છે. પરંતુ, ગ્રામ પંચાયતોઅે પદભાર સંભાળતા પહેલા પંચાયતના કાયદાનો અભ્યાસ કરી અધિકારો જાણી લેવા જોઈઅે. અેવું જિ.પ.ના માજી વિપક્ષીનેતા વી. કે. હુંબલે મત વ્યક્ત કર્યો હતો. તેમણે પાણી, સફાઈ, ગટર અને રોડ લાઈટ જેવી સુવિધા પૂરી પાડવામાં ઉપયોગી કરવેરા વસુલાતથી સ્વભંડોળ ઊભું કરવા ભાર મૂક્યો હતો.

સરપંચને ગામના વિકાસ માટે તા. પં., જિ. પં., ધારાસભ્યો, સાંસદ, આયોજન, એ.ટી.વી.ટી., નાણાપંચની ગ્રાન્ટમાંથી રોડ, રસ્તા, ગટર, પાણી, રોડ લાઈટ જેવી સુવિધા માટે ગ્રાન્ટ ફાળવવામાં અાવશે. પરંતુ, પાયાની મૂળભૂત સુવિધા માટે ગ્રામ પંચાયતે જાતે કરવેરા ઊભા કરી લોકોની સુખાકારી માટે પ્રયત્નો કરવા પડશે, જેથી વ્યવસ્થાનું સફળતાપૂર્વક સંચાલન થઈ શકે.

​​​​​​​કોઈપણ ગ્રામ પંચાયતે સફાઈ કામદારો અને પાણી અોપરેટર સહિતની વ્યવસ્થા ગોઠવવા માટે પગારના ખર્ચા ઉપાડવા નાણાની જરૂર પડશે. જે માટે સરકાર દ્વારા કોઈ ગ્રાન્ટ અપાતી નથી. અે ખર્ચ માટે ગ્રામ પંચાયતે કરવેરા વસુલી જાતે સ્વભંડોળ ઊભું કરવું પડશે. ખાસ કરી મકાન વેરો, સફાઈ વેરો, પાણી વેરો, રોડ લાઈટ વેરો, ગટર વેરા વસુલી માટે પંચાયતે ઠરાવ કરી વાર્ષિક દર નક્કી કરવા અને નિયમિત રીતે ઘરદીઠ વસુલાત કરવાની હોય છે. ગ્રામજનો પણ વેરા પેટે વાર્ષિક 600થી 700 રૂપિયા ચૂકવવા આનાકાની નહીં કરે.

ગામ સ્વચ્છ હોય તો આરોગ્ય જળવાય
ગ્રામજનો નિયમોનું પાલન કરે અને જાહેર માર્ગો ઉપર ઉકરડા ન કરે અે જરૂરી છે. કેમ કે, ગામ સ્વચ્છ હશે તો લોકોના અારોગ્ય જળવાઈ રહેશે.

વ્યવસાય વેરો વસુલી શકાય
પંચાયત દ્વારા કામદારો, કર્મચારીઅો, વેપારીઅો, અાૈદ્યોગિક અેકમો, ધંધાદારીઅો પાસેથી વ્યવસાય વેરા વસુલી અાવક ઊભી કરી શકાય છે.

બિનખેતી ખુલ્લી જમીન ઉપર વેરો હોય
ગામમાં બિનખેતી થયેલી ખુલ્લી જમીન ઉપર કે બાંધકામ થયું હોય તો તેના ઉપર પણ વેરો વસુલી શકાય છે. મોબાઈલ ટાવર કે, પવનચક્કી ઉપર પણ વેરો લઈ શકાય છે.

અન્ય સમાચારો પણ છે...