વરણી માટે મોહર:માઇની દરગાહે મુસ્લિમ હિતરક્ષક સમિતિના નવા પ્રમુખ પર મોહર લાગશે

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અખિલ કચ્છની સંસ્થાના સાતેક પીઢ-યુવા અાગેવાનો નવા પ્રમુખ બનવા માટે રેસમાં

કચ્છની મુસ્લિમ સંસ્થાઅો પૈકીની અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના નવા પ્રમુખ માટે અાજે ભુજ તાલુકાના માઇ ગામે દરગાહ પર મીટિંગ થવાની છે. અબડાસા વિધાનસભાની પેટા ચૂંટણી ટાણે પ્રમુખના રાજીનામા સહિતની નવાજૂની બાદ અેક વર્ષ સુધી કાર્યકારી પ્રમુખ તરીકે વહીવટ ચાલ્યા બાદ અસંતોષનો ગણગણાટ ફેલાયો હતો. અંતે અાજે નવા પ્રમુખની વરણી માટે મોહર લગાવવામાં અાવશે.

મુફતીઅે કચ્છ સૈયદ અહેમદશા બાવા તરફથી અા સમિતિનો પાયો નાખવામાં અાવ્યા બાદ વિવિધ અાગેવાનો પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. દરેક વખતે કોઇ વિવાદ સર્જાય ત્યારે નવા કાર્યકારી પ્રમુખની વરણી કરવામાં અાવતી હતી. અગાઉ જુમ્માભાઇ રાયમા સાથે વિવાદ સર્જાયો ત્યારે ઇબ્રાહીમ હાલેપોત્રાને નવા કાર્યકારી પ્રમુખ બનાવાયા હતા બાદમાં તેમણે અબડાસા વિધાનસભાની ચૂંટણી ટાણે રાજીનામુ અાપતા સુલતાન સોઢાને કાર્યકારી પ્રમુખ બનાવાયા હતા. અાજે ભુજ તાલુકાના માઇ ગામે દરગાહ પર મીટિંગ થશે.

પ્રમુખ પદ માટે મુંદરાના હાજી સલીમ જત, અંજારના સૈયદ અનવરશા, સૈયદ ઇમામશા, ભુજના માૈલાના અલીફ નકસબંદી, નાગીયારીના ઇસ્માઇલ ભચુ બાફણ, મીઠીરોહરના હાજી સુલતાન સોઢા, રાયમા અબ્દુલસતાર, ભુજના યુવાન નોડે ઇમરાન જુમાનું નામ રેસમાં છે. પીઢ અગ્રણીના નામ પર મોહર લાગે છે કે પછી યુવાનોને અેક મોકો અાપવામાં અાવશે તે અાજે મીટિંગમાં નક્કી થઇ જશે.

સમાજમાં ત્રણેક જુથ સક્રિય હોવાથી લોબિંગ શરૂ
અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ બનવા માટે અાગેવાનો દ્વારા લોબિંગ શરૂ કરાયું છે. મીટિંગમાં હાજર અાગેવાનો અને યુવાનોના મત બાદ નામ પર મોહર મારવામાં અાવશે. કચ્છના મુસ્લિમ સમાજના ત્રણેક જૂથ છે ત્યારે દરેક જુથ પોતાના ગ્રુપમાંથી કોઇ પ્રમુખ બને તે માટે અેડી ચોટીનુ જોર લગાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...