તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં અમલી બનાવાયેલા વીજ જોડાણ, મીટર, બિલ અને ચૂકવણા સહિતના નવા વીજ નિયમને લઇને કચ્છમાં ઉદ્યોગ શરૂ કરવા ઇચ્છુકો માટે માર્ગ મોકળો થયો છે તેવી પ્રતિક્રિયા ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશને આપી હતી.
નવા વીજ જોડાણો આપવામાં થતા વિલંબ અને ઇજારાશાહીને અનુલક્ષીને બનાવાયેલા નિયમ વિશે કેન્દ્રીય ઉર્જા મંત્રી આર. કે. સિંઘે જણાવ્યું હતું કે, ગ્રાહકોના હક્કને ધ્યાને લઇને જરૂરી સુધારા વધારા સાથેનો આ નિયમ અમલમાં મુકવામાં આવશે. કચ્છને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી આ કાયદાના કારણે નવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન મળશે તેમ ફેડરેશન ઓફ કચ્છ ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન (ફોકીઆ)ના મેનેજીંગ ડિરેક્ટર નિમિશ ફડકેએ જણાવ્યું હતું.
હવે પીજીવીસીએલને નિયત સમય મર્યાદામાં નવું વીજ જોડાણ આપવું પડશે જેને લઇને અગાઉ થતા વિલંબથી રાહત મળશે તેમજ હયાત વીજ જોડાણમાં સુધારા ઇચ્છુક ઉદ્યોગકારોને નડતી અડચણો દૂર થશે. આમ આ નિયમ કચ્છના ઉદ્યોગ ગૃહો માટે ફાયદાકારક છે તેવી પ્રતિક્રિયા તેમણે વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, વીજ જોડાણ, ડીસકનેક્શન, બિલ, ચૂકવણું, વીજ પુરવઠાની વિશ્વસનીયતા તેમજ ગ્રાહકોને આપવાના થતા વળતર સહિતના મુદ્દા કેન્દ્ર સરકારના વીજ નિયમમાં આવરી લેવાયા છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.