તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સરકારનો સ્પષ્ટ જવાબ:પાકિસ્તાનના નવા નકશાને કોઇ કાનુની કે આંતરરાષ્ટ્રીય વિશ્વસનીયતા નહીં !

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત મહિને પાકે. સિરક્રીક અને જુનાગઢ સહિતના પ્રદેશોને પોતાના નકશામાં બતાવ્યા હતા
  • રાજ્યસભામાં સરકારનો સ્પષ્ટ જવાબ

ભારત સામે સામરીક અને આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં ભૂંડી રીતે પછડાટ ખાધા બાદ પાકિસ્તાની સરકારે 4 ઓગસ્ટના દેશનો નવો નકશો બહાર પાડ્યો હતો. ખૂદ પ્રધાનમંત્રી ઇમરાન ખાને જાહેર કરેલા આ નકશામાં ભારતના જમ્મુ-કાશ્મીર તો ઠીક પણ ગુજરાતના જુનાગઢ અને કચ્છના સિરક્રીકને પણ દર્શાવાયા હતાં. પાકિસ્તાનના આ પગલા સામે ભારતે વિરોધ નોંધાવ્યો હતો. તો હવે આ મામલો ભારતીય સંસદમાં પણ આવ્યો છે. જેમાં પણ વિદેશ રાજ્યમંત્રીએ પાડોશી દેશની આ હરકતની આકરા શખ્દોમાં ઝાટકણી કાઢી નકશાની વિશ્વસનીતા જ ન હોવાનું કહી પાકિસ્તાનને અરીસો બતાવ્યો છે.

ભારત સામે તમામ મોરચે પરાસ્ત થયાં બાદ પાકિસ્તાન પોતાના દેશના લોકો, કટ્ટરપંથીયોને રાજી કરવા અવનવા કાંકરીચાળા કરતું હોય છે. તેવામાં ગત 4 ઓગ્સ્ટના પાકિસ્તાને એક તથાકથિત રાજકીય નકશો જાહેર કર્યો હતો. જેમાં ભારતના અભિન્નઅંગ એવા જમ્મુ કાશ્મીર, ગુજરાતના જુનાગઢ અને સિરક્રીક સહિતના વિસ્તારોને પાકિસ્તાનના બતાવવામાં આવ્યા હતાં. જેતે સમયે જ ભારતે આ પગલાનો યોગ્ય મંચ પરથી વિરોધની સાથે ઉચિત જવાબ આપી દીધો હતો. તેવામાં ભારતીય સંસદમાં પણ ભાજપના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા આ અંગે રાજ્યસભામાં એક સવાલ કર્યો હતો. જેમાં પાકિસ્તાનના આ પગલા પર સરકારની પ્રતિક્રિયા અનેઆં​​​​​​​તરરાષ્ટ્રીય મંચ પર સરકાર આ મુદો ઉઠવશે કે કેમ તેનો જવાબ માંગવમાં આવ્યો હતો. જેના જવાબમાં વિદેશ રાજ્યમંત્રી વી. મુરલીધરને જણાવ્યું હતું કે, સરકારે સીમાપારથી આતંકવાદનો સહારો લઇને પાકિસ્તાનની વિસ્તારવાદની સનકને ખારીજ કરી છે. સાથે ભારતીય પ્રદેશો પર આવા અનુચિત દાવા કરવાથી પાકિસ્તાનને દૂર રહેવું જોઇએ. ખાસ કરીને એવા દાવાઓ કે જેની ન કોઇ કાનુની વૈધતા છે અને ના કોઇ આં​​​​​​​તરરાષ્ટ્રીય વિશ્વસનીયતા !

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો