તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલિટીકલ:નવા સીમાંકને પૂર્વ નગરપતિની અનામત બેઠક છિનવી

ભુજ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનામત બેઠકમાં સ્ત્રીની જગ્યાએ પુરુષ અને પુરુષની જગ્યાએ સ્ત્રીને તક

ભુજ નગરપાલિકાની ડિસેમ્બર માસમાં મુદત પૂરી થાય છે, જેથી ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે 9મી સપ્ટેમ્બરે વોર્ડોનું સીમાંકન અને અનામત બેઠક ફાળવણીનો આખરી આદેશ પ્રસિદ્ધ કરવા જિલ્લા મ્યુનિસિપલ ચૂંટણી અધિકારી અને કલેકટરને સૂચવ્યું છે, જેમાં સાૈથી મોટા ફેરફારમાં જોઈએ તો પૂર્વ નગરપતિ અશોક હાથીને 8માં વોર્ડની અનામત બેઠક પરથી ઊભા રહેવાની તક છિન્નવી લીધી છે. બાકી કોઈ વોર્ડમાં મોટા માથાને વોર્ડ બદલવાની નોબત આવે એટલી હદે મોટા ફેરફાર થયા નથી.

ગત ચૂંટણીમાં શહેરના વોર્ડ નંબર 8માં પ્રથમ અને બીજી બેઠક સામાન્ય સ્ત્રી હતી. ત્રીજી બેઠક અનુસિચત જાતિની હતી. જેના ઉપર 2015ની 15મી ડિસેમ્બરથી 2018ની 15મી જૂન સુધી નગરપતિ રહેલા અને નોંધનીય કામગીરી કરનારા ભાજપના અશોક હાથીએ ઉમેદવારી કરી હતી. પરંતુ, ગત વખતે સામાન્ય સ્ત્રી માટે અનામત પ્રથમ બેઠક આ વખતે અનુસૂચિત જાતિ સ્ત્રી અનામતને ફાળવી દેવાઈ છે. આમ, આ વખતે એક સામાન્ય સ્ત્રી બેઠક ઘટી છે, જેથી 2 સામાન્ય બેઠક પર 2 પુરુષો ઊભી શકશે. આમ, અહીં ટિકિટ મળે તો પૂર્વ નગરપતિ અશોક હાથી અનામત બેઠક પરથી ઉમેદવારી નહીં કરી શકે. અલબત્ત, તેઓ સામાન્ય બેઠક ઉપર ઉમેદવારી નોંધાવી શકે છે અને પોતાનો હાલનો વોર્ડ જાળવી શકશે.

ગત ચૂંટણીમાં વોર્ડ નંબર 1, 2 અને 3માં કોંગ્રેસના તમામેતમામ ઉમેદવારો ચૂંટાયા હતા અને ધડાધડ એકભેગી 12 બેઠકો ઉપર કબજો જમાવી દીધો હતો. જોકે, વોર્ડ નંબર 2ની ચોથી બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપે કોંગ્રેસ પાસેથી બેઠક છિન્નવી લીધી હતી. આ વખતે 2જા અને 3જા વોર્ડમાંથી દરેક વોર્ડની ચારેય બેઠકમાં અનામતની વહેંચણીમાં ફેરફાર થયા છે, જેથી અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિની બેઠકો પર સ્ત્રીની જગ્યાએ પુરુષ અને પુરુષની જગ્યાએ સ્ત્રી ઉમેદવાર નક્કી કરવા પડશે. જેમ કે, વોર્ડ નંબર 2માં પહેલી બેઠક સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની સ્ત્રી અનામત હતી. તેની જગ્યાએ અનુસૂચિત જાતિ સ્ત્રી અનામત થઈ ગઈ છે. બીજી બેઠક સામાન્ય સ્ત્રી અનામત અને ચોજી બેઠક સામાન્ય બિનઅનામત હતી. જે સ્થિતિ યથાવત રખાઈ છે. પરંતુ, ત્રીજી બેઠક અનુસૂચિત જાતિની હતી. તેની જગ્યાએ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અનામતની થઈ ગઈ છે. એવી જ રીતે 3જા વોર્ડની વાત કરીએ તો પ્રથમ બેઠક અનુસૂચિત જાતિ સ્ત્રી અનામત હતી. તેની જગ્યાએ અનુસૂચિત આદિજાતિ સ્ત્રી અનામત થઈ ગઈ છે. જ્યારે ત્રીજી બેઠક અનુસૂચિત આદિજાતિની હતી. તેની જગ્યાએ અનુસૂચિત જાતિની થઈ ગઈ છે. બીજી બેઠક સામાન્ય સ્ત્રી અને ચોથી બેઠક સામાન્ય યથાવત રખાઈ છે.

પૂર્વ પ્રમુખને અનામત બેઠક ઉપર ઊભવા કોંગ્રેસના ગઢમાં જવું પડશે
સાલસ સ્વભાવના અને વર્ષ 2015થી 2018 સુધી પ્રમુખ રહેલા પૂર્વ નગરપતિ અશોક હાથીએ 2011માં વોર્ડ નંબર 7માં ભાજપની ટિકિટ પરથી ઉમેદવારી કરી હતી અને તેઓ હારી ગયા હતા. જોકે, 2015ની ચૂંટણીમાં વોર્ડ નંબર 8માંથી અનુસૂચિત જાતિની બેઠક પરથી વિજેતા થયા. એટલું જ નહીં પણ પ્રમુખ પદ અનુસૂચિત જાતિ માટે અનામત હતું અને ભાજપમાંથી તેઓ એકમાત્ર અનુસૂચિત જાતિના વિજેતા ઉમેદવાર હોઈ તેઓ સામે પ્રમુખ પદની દોડમાં કોઈ હતું જ નહીં, જેથી તેઓ પ્રમુખ પદ મેળવવા સદભાગી બન્યા હતા. હવે તેમને અનામત બેઠક ઉપર ઉમેદવારી કરવી હોય તો છેક ત્રીજા વોર્ડની ત્રીજી બેઠક પરથી ઉમેદવારી કરવી પડશે. જે કોંગ્રેસનો ગઢ ગણાય છે. જોકે, તેઓ અજાતશત્રુ હોઈ ત્યાંથી પણ વિજેતા બને તો નવાઈ નહીં. જોકે, સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ આ વખતે તેઓ ટિકિટની માંગણી કરે એવી શક્યતા નથી.

વોર્ડ નંબર 5માં સામાન્ય સ્ત્રી બેઠક ઘટી, સામાન્ય વધી ગત ચૂંટણીમાં વોર્ડ નંબર 5માં ત્રીજી બેઠક સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની હતી. જેના ઉપર પુરુષે ઉમેદવારી નોંધાવી હતી. જે આ વખતે પ્રથમ બેઠક સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ સ્ત્રી અનામતની કરી દેવાઈ છે, જેથી અહીં પ્રથમ અને બીજી સામાન્ય સ્ત્રી બેઠકમાંથી એક સામાન્ય સ્ત્રી બેઠક ઘટી છે. માત્ર એક જ સામાન્ય સ્ત્રી બેઠક રહી છે. મતલબ બાકી 2 સામાન્ય બેઠક પર પુરુષો પણ ઊભા રહી શકશે.

અન્ય સમાચારો પણ છે...