તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હત્યા:રાપર તાલુકાના કીડીયાનગર ખાતે નજીવી ઘરેલુ બાબતે કૌટુંબિક ભત્રીજાએ કાકાની હત્યા કરી

ભૂજ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પતિ-પત્નીના ઝઘડાનો કરુણ અંજામ, ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

પૂર્વ કચ્છના રાપર તાલુકાના કીડીયાનગર ગામ ખાતે ગત રાત્રીએ હત્યાનો કિસ્સો સામે આવ્યો હતો. જેમાં એક કૌટુંબિક ભત્રીજાના હાથે કાકાનું ખૂન થઈ ગયું હતું. તેમાં પતિ-પત્નીના ઝઘડાનો કરુણ અંજામ આવ્યો છે. જેમાં બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

કીડીયાનગર ગામ ખાતેની લિબરીયા વાડી વિસ્તામાં રામા બાયડની વાડીમાં ખેતમજૂરીનું કામ કરતા પ્રવીણ વેરશી કોળીએ તેની પત્ની મીરાને વાડીમાં આવેલી પોતાની ઝુંપડી પર આવી પોતાનો મોબાઈલ ફોન ચાર્જમાં રાખવાનું કહ્યું હતુ. તેથી રસોઈ બનાવતી પત્ની મીરાંએ રોટલા ઘડી લાઉ પછી ફોન ચાર્જમાં મુકવાનું જણાવ્યું હતું. તેથી પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને પત્નીને માર મારવાનું શરૂ કરી દીધું હતું. અને પત્ની પાછળ ધારીયાનો છૂટો ઘા ફેંક્યો હતો.

જેમાં પત્ની ગભરાઈ જઈ તેના સંતાનો સાથે બાજુમાં રહેતા જામની બાયડના ઘર તરફ દોટ મૂકી હતી. આ દરમ્યાન ઝગડો જોઈને વાડીની બાજુમાં રહેતો કૌટુંબી ભત્રીજો નરશી કોળી ત્યાં પહોંચી આવ્યો હતો. અને કાકા પ્રવીણ જોડે રજઝક કરી તું કેમ તારી પત્નીને મારે છે ? તેમ પૂછતા પ્રવીણએ તેને જેમતેમ બોલવા માંડતા નરસી ઉશ્કેરાઈ ગયો હતો. અને પ્રવિણના માથામાં ધોકાના ઘા મારી દીધા હતા. જેના કારણે પ્રવિણના માથામાંથી લોહી નીકળવાનું ચાલુ થઈ ગયું હતું. અને એ ત્યાંજ જમીન પર ઢળી પડ્યો હતો અને મૃત્યુ પામ્યો હતો.

જે અંગેની પોલીસ ફરિયાદ પત્ની મીરાંએ નરશી ઉર્ફે હચુ કોળી વિરુદ્ધ નોંધાવી છે. બનાવ બાદ આરોપી નરસી ફરાર થઈ ગયો હતો. હત્યા પામેલા પ્રવીણ કોળીને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. જેમણે હવે પિતાની છત્ર ગુમાવી દીધી છે. અને નજીવી ઘરેલુ બાબતે કરુણ ઘટનામાં એક પરિવાર વિખેરાઈ જવા પામ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો