મારામારી:કુનરીયા પાસે સાટામાં લગ્ન ન કરાવી દેતા ભત્રીજાએ કાકાને ધીબી નાખ્યા

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભુજમાં માતા-પુત્ર પર સામાન્ય મુદ્દે ચાર શખ્સનો લાકડીથી હુમલો
  • માધાપરમાં યુવાનને ત્રણ ઇસમે માર્યો માર

ભુજ અને તાલુકાના કુનરીયા તથા માધાપરમાં મારા મારીના અલગ અલગ ત્રણ બનાવોમાં મહિલા સહિત ચાર વ્યક્તિઓને ઇજા પહોંચી હતી. જ્યારે 8 શખ્સો સામે ગુનો દાખલ થયો હતો.

પ્રાપ્ત વિગતો સુમરાસરશેખ ગામે રહેતા શિવજીભાઇ જીવાભાઇ ચાડ (ઉ.વ.48)ના 25 વર્ષ પહેલા ચપરેડી લગ્ન થયા હતા. અને ફરિયાદીના લગ્નની સાટે ભત્રીજીના લગ્ન ચપરેડી કર્યા હતા. બાદમાં ફરિયાદીનો ભત્રીજા રણછોડ કાનજીભાઇ ચાડએ એવી માંગ કરી હતી કે, તમારા લગ્નના સાટે મારી બહેનના લગ્ન કર્યા છે. તો, મારા લગ્ન કરાવી આપો આવી માંગ અવાર નવાર કરતો હતો.

ફરિયાદી ધ્રંગ ખાતે શિવરાત્રિના મેળામાંથી પરત ફરી રહ્યા હતા. ત્યારે કુનરીયા ગામના પાટીયા પાસે ફરિયાદીને તેના ભત્રીજા રણછોડે રોકીને લગ્ન કરાવી આપો નહીં તો, દસ લાખ રૂપિયા આપો તેવી માંગણી કરી હતી. ફરિયાદીએ ભત્રીજાને જણાવ્યું કે, અગાઉ તને 15 લાખ આપી દીધા છે. હવે રૂપિયા આપીશ નહીં તેવું કહેતા. ફરિયાદીને તેના ભત્રીજાએ માર મારી ફરિયાદીની મોટર સાયકલમાં તોડફોડ કરી નૂકશાન કરતાં ભત્રીજા વિરૂધ માધાપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બનાવની તપાસ હેડ કોન્સ્ટેબલ હિંમતસિંહ વાઘેલા કરી રહ્યા છે.

બીજીતરફ ભુજના સેજવાળા માતમ પાસે રહેતા અમીનાબેન મજીદભાઇ લંગાય (ઉ.વ.42) અને તેના પુત્ર સકીલ મજીદભાઇ લંગાય (ઉ.વ.23)ને ગુરૂવારે રાત્રે સામાન્ય બાલાચાલી બાદ મુનાફ જત, રમીઝ અલી જત, નોમાન જત અને એક અજાણ્યા શખ્સ સહિતનાઓએ લાકડીથી માર મારતાં માતા-પુત્રને સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

જ્યારે માધાપર નવાવાસ ખાતે રહેતા ભીમજી જુમાભાઇ મહેશ્વરી (ઉ.વ.36)ને માધાપર ચોકીની બાજુમાં રામ મંદિરની બાજુમાં ગુરૂવારે દિનેશ શંકર, અમન શંકર અને મેઘજી ખેંગારે માર મારી ઇજા પહોંચાડતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયો હતો. માધાપર પોલીસે જાણવા જોગ નોંધી આગળની કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...