રજૂઆત:કૃષિ બિલનું નામ આકર્ષક છે પણ ટેકાના ભાવનો ક્યાંય ઉલ્લેખ નહીં

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યોગ્ય ભાવ મળશે કે ખેડૂત સાથે કોઇ છેતરપિંડી નહીં થાય તેની ખાતરી શું ?

કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરાયેલા કૃષિ વિષયક બિલમાં ખેતીને નવા વસ્ત્રો સાથે મુકવામાં આવી છે આમ નામ આકર્ષક છે પણ તેમાં ખેત પેદાશોના ટેકાના ભાવોનો ક્યાંય ઉલ્લેખ નથી. તેવી જ રીતે ક્યાંક ખેડૂતને નુક્સાન થતું હોવાનું જણાય છે જેથી આ બિલમાં જરૂરી સુધારા વધારા કરાય તેવી માગ કચ્છ ભારતીય કિસાન સંઘે કલેક્ટરના માધ્યમથી વડા પ્રધાનને પાઠવેલા આવેદનમાં કરાઇ હતી.

રજૂઆતમાં જણાવાયું હતું કે, નવા કાયદા મુજબ વેપારી માર્કેટ યાર્ડ બહારથી ખરીદી કરી શકશે જેને લઇને એપીએમસીના માનસિક ત્રાસ કે આર્થિક શોષણમાંથી મુક્તિ તો મળશે પણ યોગ્ય ભાવ મળશે કે ખેડૂત સાથે કોઇ છેતરપિંડી નહિ થાય તેવી બિલમાં ક્યાંય જોગવાઇ નથી. વેપારીને માત્ર પાન કે આધાર કાર્ડ સાથે ખરીદીની છૂટ અપાઇ છે જે વેપારીના હિતમાં નથી.ખેત પેદાશની ખરીદી ટેકાથી ઓછા ભાવે ન કરાય તેવો સુધારો બિલમાં લાવવા, વેપારીની નોંધણી કેન્દ્ર કે રાજ્યમાં બેંક સિક્યૂરિટી સાથે થાય અને તેની યાદી વેબ પોર્ટલમાં મુકાય, સ્વતંત્ર ખેતી ન્યાયાલયનું નિર્માણ કરાય અને સમસ્યાનું નિરાકરણ કિસાનના જિલ્લામાં કરવામા આવે તેવી માગ કરાઇ હતી. સંસ્થા પ્રમુખ શિવજી બરાડિયા, ભીમજી કેરાસિયા, રામજી છાંગા, વાલજી લંબાણી, વાલુબેન, રાધાબેન ભુડિયા જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...