નખત્રાણાના શાકભાજી-ફ્રુટના વેપારીએ તેમની પત્નિની સારવાર માટે રૂપિયાની જરૂરત હોવાથી 10 ટકા લેખે વ્યાજે રૂપિયા લઇને બે લાખની સામે 7 લાખ 86 હજાર ચુવી દેધા હોવા છતાં પેનલ્ટીના નામે 33 હજારની પઠાણી ઉઘરાણી કરી માનસિક ત્રાસ આપનાર નખત્રાણાના ત્રણ વ્યાજખોર સામે ફોજદારી ફરિયાદ નોંધાવી છે.
નખત્રાણાના નવાવાસમાં રહેતા અને શાકભાજી ફ્રુટનો વ્યવસાય કરતા ધર્મેશ હસમુખભાઇ પટેલે નખત્રાણા પોલીસ મથકમાં અજયસિંહ ગોવિંદસિંહ પરમાર, પિયુષભાઇ પી.રૈયાણી, ગૌતમભાઇ સામજીભાઇ ભાદાણી નામના ત્રણ શખ્સો વિરૂધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ગત ડીસેમ્બર 2017માં ફરિયાદીના પત્નિની સારવાર માટે રૂપિયાની જરૂર પડતાં મિત્ર ગૌતમભાઇ સામજીભાઇ ભાદાણી મારફતે અજયસિંહ પરમાર પાસેથી દસ ટકાના વ્યાજે બે લાખ લીધા હતા.
જે રૂપિયા ટુકડે ટુકડે બે લાખના વ્યાજ સહિત 7 લાખ 86 હજાર ચુકવી આપ્યા હતા. બાદમાં આરોપીઓએ વ્યાજની પેનલ્ટી રૂપિયા 33 હજારની માંગણી કરી ફરિયાદીને ત્રાસ આપતા હતા. તાજેતરમાં પશ્ચિ કચ્છ એસપી સૌરભસિંહે વ્યાજખોરના ત્રાસથી ત્રસ્ત લોકો માટે લોક દરબાર યોજ્યો હતો જેને પગલે નખત્રાણા પોલીસ મથકમાં વ્યાજખોર સામે ગુનો નોંધાયો હતો. નખત્રાણા પોલીસે આરોપીઓ વિરૂધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.