તપાસ:નોખાણીયા સીમમાં કિશોરની ઘાતકી હત્યાના બીજા દિવસેય રહસ્ય અકબંધ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
નિલેશ ગાગલ - Divya Bhaskar
નિલેશ ગાગલ
  • ડોગસ્ક્વોડ સાથેનો પોલીસ કાફલાએ સીમાડાના 2 કિલોમીટરનો વિસ્તાર ફેંદી માર્યો

ભુજ તાલુકાના નોખાણીયા ગામની સીમમાં ગ્રામ પંચાયતની ચુંટણીના મતદાનના દિવસે જ કિશોર વયના છોકરાની કરપીણ હત્યા થયાની ઘટનાએ ચકચાર જગાવી મુકી હતી. તો, હત્યારાઓનું પગેરૂ શોધવા બીજા દિવસે પણ પશ્ચિમ કચ્છ પોલીસ દળનો ડોગસ્ક્વોડ સાથેનો કાફલો સઘન તપાસમાં જોતરાયો છે. પરંતુ મોડી સાંજે સુધી કોઇ શુરાગ હાથ ન લાગતાં હત્યા પાછળનું રહશ્ય અકબંધ રહ્યું છે. ઘટના અંગે નોખાણીયા ગામમાં અનેક તર્કવિતરક વહેતા થયા છે.

મૃતક નીલેશ વાલજીભાઇ ગાગલની હત્યા કોઇ અજાણ્યા શખ્સે તિક્ષણ હથિયારથી ગળામાં અને માથાના પાછળના ભાગે ઘા મારીને કરી હોવાનું હાલ પીએમમાં આવ્યું છે. પરંતુ સ્થાનિક સુત્રોમાંથી એવું બહાર આવ્યું છે. કે, લાકડીથી ફટકા મારીને બાદમાં ઝપાઝપીમાં લાકડી તુટી જતાં તેનો તિક્ષ ભાગ ગળામાં ભોંકી દઇ મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હોય તેવું લોકો માની રહ્યા છે. તો, બીજી તરફ મૃતકનો મોબાઇલ હત્યારો લઇને નાસી ગયો છે. ડોગ સ્ક્વોડ સાથેનો પોલીસ કાફલો નોખાણીયા ગામની સીમ વાડી વિસ્તારમાં 2 કિલો મીટરના ચોતરફ રોઉન્ડમાં સઘન તપાસ ચલાવી રહ્યા છે.

પણ હજુ સુધી હત્યારાના કોઇ જ શુરાગ હાથ લાગ્યા નથી. આ અંગે માધાપર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વાય.એન.લેઉઆનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું. કે, મૃતકના કાકા વિશ્રામભાઇ રવજીભાઇ ગાંગલની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સો વિરૂધ ગુનો નોંધીને ગામ અને આસ પાસના વિસ્તારોમાં હત્યારાઓને સોધવા પોલીસ છાનબીન કરી રહી છે. હજુ કોઇ પગેરૂ હાથ લાગ્યું નથી. ગામના લોકોના નિવેદનો લેવાનું ચાલુ છે. તેમજ આરોપી મૃતકનો મોબાઇલ લઇ ગયા છે. તેનું લોકેશન સહિતની તપાસ ચાલી રહી છે.

સ્થળ પરથી આરોપીના ચંપલના નિશાન મળ્યા
જે જગ્યાએ મૃતકની લાશ મળી છે ત્યાંથી મૃતકના મોબાઇલનો વાયર અને ચાર્જર બેટરી મળી આવ્યા હોવાનું તેમજ આરોપીના ચંપલના નિશાન નજરે પડ્યા હોવાનું સ્થાનિકોમાંથી જાણવા મળ્યું છે. ત્યારે પોલીસે આ દિશામાં પણ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...