બેદરકાર તંત્ર:નગર પાલિકાની કારોબારી સફાઈના ટેન્ડર ખોલ્યા વિના ફરી ઠેલી દેવાઈ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આંતરિક ખટપટે વિકાસ કામો રૂંધ્યાની અટકળો

ભુજ નગરપાલિકાની સોમવારે કારોબારી સમિતિની બેઠક મળી હતી. પરંતુ, મુખ્ય અધિકારી નહોતા, જેથી શહેરની સફાઈના ટેન્ડર ખોલ્યા વિના ફરી ઠેલી દેવાઈ હતી. જોકે, 16મી માર્ચથી સત્તા સંભાળ્યા બાદ કારોબારી રચવામાં વિલંબ થયો હતો અને હવે કારોબારો બોલાવવામાં પણ વિલંબ થઈ રહ્યો છે, જેમાં ગ્રાન્ટનો અભાવ નહીં પણ અાંતરિક ખટપટે વિકાસ કામો રૂંધ્યાની અટકળો થઈ ગઈ છે. છેલ્લે શહેરના 3 ઝોન પાડી ત્રણેય ઝોનનો અલગ અલગ સફાઈનો ઠેકો અપાતો હતો, જેમાં ફેરફાર કરવામાં અાવ્યો છે અને શહેરના 5 ઝોન પાડી પાંચેય ઝોનનો અલગ અલગ સફાઈનો ઠેકો અાપવાનું નક્કી થયું છે.

જેના અેકાદ માસ પહેલા ટેન્ડર મંગાવવામાં અાવ્યા હતા અને અાવી પણ ગયા હતા. પરંતુ, ટેન્ડર અાવ્યાને અેકાદ માસ વીત્યા છતાં વેળાસર કારોબારી બોલાવી ખોલવામાં અાવ્યા ન હતા. તાજેતરમાં સોમવારે કારોબારી ચેરમેનના અધ્યક્ષ સ્થાને કારોબારી મળી હતી, જેમાં મોટાભાગના સદસ્યો હાજર પણ હતા.

પરંતુ, પરચુરણ દરખાસ્તોને મંજુરી અાપી હતી અને શહેરની સફાઈનો ઠેકો અાપવાના ટેન્ડર ખોલવામાં અાવ્યા ન હતા, જેમાં મુખ્ય અધિકારી મનોજ સોલંકી અાવે ત્યારબાદ જ અાગળની પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય લઈ કારોબારી ફરી ઠેલી દેવાઈ હતી. અામ, ગત બોડીના છેલ્લા અઢી વર્ષમાં અાંતરીક ખટપટને કારોબારી મળતી ન હતી અને હવે કયા કારણસર મળતી નથી અે ચર્ચાનો વિષય બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...