તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:નગરપાલિકાએ ગત વર્ષે માત્ર પાણી અને ગટર પાછળ જ 12.78 કરોડ ખર્ચી નાખ્યા

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગટર શાખાઅે 4.15 કરોડ અને પાણી શાખાઅે 8.63 લાખનો કર્યો ખર્ચ

ભુજ નગરપાલિકાઅે ગત હિસાબી વર્ષ 2020/21નું સુધારેલું 1 અબજ 16 કરોડ 53 લાખ 78 હજાર 780 રૂપિયાનું અબજઅંદાજપત્ર બતાવ્યું છે, જેમાં પાણી અને ગટર પાછળ જ 12 કરોડ 78 લાખ રૂપિયાનો ખર્ચ દર્શાવ્યો છે, જેમાંથી પણ પાણી વિતરણ શાખાઅે 8 કરોડ 63 લાખ અને ગટર શાખાઅે 4 કરોડ 15 લાખ રૂપિયા ખર્ચી નાખ્યા છે. જોકે, અે 9 માસે મૂકાયેલું સુધારેલું અંદાજપત્ર છે. અે પછીના સમય અને અે સિવાયની અન્ય ગ્રાન્ટમાંથી તો ન જાણે કેટલાય રૂપિયા ખર્ચાઈ ગયા હશે. અામ ઘાટ કરતા ઘડામણ મોંઘી જેવો તાલ સર્જાયો છે, જેથી પદાધિકારીઅોઅે શાખા અધિકારીઅો પાસેથી અે ખર્ચનો હિસાબ માંગવાની જરૂર છે.

પાણી વિતરણ શાખા નર્મદાના જળ વિતરણ, નિભાવ, મોટર રિપેરિંગ, મોટર કાઢવા ઉતારવા, નવી લાઈન પાથરવા, છકડા વાહન ભાડા, ટ્રેકટર ભાડેથી રાખવા, ક્લોરીન, તળાવ, કાયમી, હંગામી, ફિકત વેતન, વિદ્યુત, બોરવેલ વિદ્યુત, સંપ અને ટાંકા વિદ્યુત, સ્થાનિક કૂવા વિદ્યુત સહિતના ખર્ચ બતાવ્યા છે. જ્યારે ગટર શાખાઅે મરંમત, મોટર રિપેરિંગ, નવી લાઈન પાથરવા, પરચુરણ, કર્મચારીઅો માટે સેફ્ટી સાધનો ખરીદવા, નવી મશીનરી ખરીદવા, ચેમ્બર ઢાંકણા બનાવવા, કિચડ કાઢવા, પમ્પિંગ સ્ટેશનને મરંમત, કાયમી, હંગામી, ફિકત વેતન, અલગ અલગ પ્રકારના 4 વિદ્યુત ખર્ચ બતાવ્યા છે.

વોટર સપ્લાય બ્રાન્ચ ક્લોરિન પાછળ 55 લાખ ખર્ચે છે
જી.ડબ્લ્યુ.અાઈ.અેલ. દ્વારા પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડને નર્મદાના કાચા પાણી અપાય છે. પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ભુજ નગરપાલિકાને પાણી શુદ્ધ કરવા લેબોરેટરી અને ફિલ્ટ્રેશન પ્લાન્ટ બનાવી અાપ્યા છે. પરંતુ, યોગ્ય દેખભાળના અભાવે કાટ ખાઈ ગયા છે. હવે ભુજ નગરપાલિકા લોકોને નર્મદાના કાચા પાણીથી બીમારી ન થાય અેટલે ક્લોરીન
પાછળ વર્ષે 55 લાખ રૂપિયા ખર્ચી નાખે છે.

પાલિકા દ્વારા થતા ખર્ચની ઝીણવટથી તપાસ થતી જ નથી
ભુજ નગરપાલિકામાં પાણી અને ગટર શાખામાં થતા ખર્ચાઅોનું ઝીણવટપૂર્વક કોઈ તપાસ કરતું જ નથી. નગરસેવકો અને પદાધિકારી પણ કર્મચારીઅો જે ખર્ચનું બિલ મૂકે અે અાંખ બંધ કરી મંજુર કરી નાખે છે. જો અે તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં અાવે નગરપાલિકાની અાર્થિક સ્થિતિ મજબૂત બની જાય અેમ છે.ડ્રેનેજ બ્રાન્ચે ઠેકેદાર હોવા છતાં કર્મચારી સેફ્ટી માટે 5 લાખ ખર્ચ્યા ડ્રેનેજ બ્રાન્ચ વિવિધ કામ માટે ઠેકેદાર જ રાખ્યા છે. પરંતુ, કર્મચારીઅો માટે સેફ્ટી સાધનો ખરીદવા 5 લાખ રૂપિયાનો ખર્ચ કરી નાખ્યો છે. હજુ 5 લાખ રૂપિયા ખર્ચશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો