તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દબાણ હટાવ્યું:પાલિકાએ સાર્વજનિક પ્લોટ અને ફતેહમામદ હજીરા પાસે દબાણ હટાવ્યું

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભુજ નગરપાલિકાએ સોમવારે માધાપરના શિવમ પાર્કના સાર્વજનિક પ્લોટ અને સેજવાળા માતમ પાસે ફતેહમામદના હજીરા નજીક પુલિયા ઉપરથી દબાણ હટાવ્યું હતું. સીતારામ પરિવારના રહેવાસીઅોએ અરજી કરી હતી, જેમાં શિવમ પાર્ક સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં લોખંડની ફેન્સિંગ બાંધી દબાણ કરવામાં આવ્યું છે હટાવવા માગણી કરાઈ હતી, જેથી મુખ્ય અધિકારી મનોજ સોલંકીએ દબાણ શાખાના વિનોદ ગોર, જયદીપસિંહ ઝાલા, ભૂપેન્દ્ર જોશી, સેનિટેશન સ્ટાફને પોલીસ બંદોબસ્ત સાથે મોકલ્યા હતા. જેમણે એન.આર.આઈ. પટેલ દ્વારા લોખંડના ફેન્સિંગ કરી કરાયું હતું. જે દૂર કરાયો હતો. ત્યારબાદ સેજવાળા માતમ પાસે ફતેહમામદ હજીરા નજીક પુલિયા પર કાચી દુકાન બનાવવામાં આવી હતી. જે દબાણકર્તાએ સ્વૈચ્છાએ હટાવી લીધી હતી. એવું વિનોદ ગોરે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...