વેરા વસુલાત:પાલિકાએ વેરા સ્વીકારવાનું શરૂ કરતા જ 12.47 લાખ ઉપજ્યા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગર સેવા સદનમાં નિયમિત કરદાતાઓનો ધસારો : પ્રથમ પાંચને સન્માનાયા
  • 5 ટકા અોછી રાહત છતાં જાગૃતોઅે બજાવી ફરજ

ભુજ નગરપાલિકાઅે હિસાબી વર્ષ 2022/23ની વેરા વસુલાત છેક 18મી અેપ્રિલે શરૂ કરી છે. પરંતુ, નિયમિત અને જાગૃત કરદાતાઅોઅે પ્રથમ દિવસે જ ધસારો કર્યો હતો અને નગરપાલિકાની તિજોરીમાં 12.47 લાખ રૂપિયા જમા કરાવી દીધા હતા, જેમાંથી પ્રથમ પાંચને પરંપરામ મુજબ પ્રોત્સાહિત કરવા સન્માનવામાં અાવ્યા હતા.

ગાંધીનગરથી શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજ્ય સ્તરેથી સંચાલિત ઈ-નગર પોર્ટલ જોડે નગરપાલિકાને સાંકળવામાં હજુ સુધી સફળતા મેળવી નથી, જેથી વેરા વસુલાત અટકી પડી હતી. પરંતુ, નગરપાલિકાઅે પોતાનું પોર્ટલ શરૂ કરીને 18મી અેપ્રિલથી વેરા સ્વીકારવાનું શરૂ કરી દીધું હતું. જેમના વેરા થકી શહેરની સુવિધા વધે છે અને કર્મચારીઅોના પગાર થાય સંભવ બને છે અે નિયમિત અને જાગૃત કરદાતાઅોઅે પોતાની ફરજ બજાવવા રીતસરનો ધસારો કર્યો હતો, જેમાંથી પ્રથમ પાંચને નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કર, ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી, ટેક્સ સમિતિના ચેરમેન ધીરેન લાલન, દંડક અનિલ છત્રાળા, સેનિટેશન સમિતિના ચેરમેન કમલ ગઢવીના હસ્તે સન્માનાયા હતા.

મે મહિના સુધી વેરો ભરવામાં લાભ છે
જે કરદાતાઅોઅે હિસાબી વર્ષ 2021/22 સુધીના બાકી લેણા ભરી નાખ્યા હશે અને હિસાબી વર્ષ 2022/23ના વેરા અેપ્રિલ અને મે મહિનામાં ચૂકતે કરી દેશે અેમને 10 ટકા રાહતનો લાભ મળવાનો છે. જોકે, રાજ્ય સરકારે ઈ-નગર જોડે ન સાંકળતા 15 ટકા રાહતનો લાભ ગુમાવવો પડશે.

પ્રથમ પાંચ સન્માનીય મિલકતધારકો
(1) શંભુલાલ રતનશી પોપટ, (2) નીતિનકુમાર રમેશચંદ્ર મહેતા, (3) અાશર કૃષ્ણાબેન અે., (4) રાજેશભાઈ પ્રેમજીભાઈ ઠક્કર, (5) પ્રતિમાબેન બીપિન ઠક્કર

સન્માન કરાયું પણ નામ જાહેર ન કરાયા
નગરપાલિકા જેમના થકી ઉજળી છે અે નિયમિત કરદાતાઅોમાં પ્રથમ પાંચને સન્માનાયા હતા. પરંતુ, અેમના નામ જ જાહેર કરવાની તસદી લેવાઈ ન હતી. ટેક્સ સમિતિના ચેરમેન ધીરેન લાલનને કોલ કરી નામ પૂછતા તેમણે અાપવાનું કહ્યું હતું. પરંતુ, કોલ ન અાવતા ફરીથી સામેથી કોલ કર્યો પણ તેમની પાસ જવાબ નહીં હોય અેટલે પલાયનવૃત્તિ અપનાવતા કોલ રિસીવ કરવાની તસદી પણ લીધી ન હતી. જોકે, પાછળથી ટેક્સ સુપ્રિન્ટેન્ડેન્ટ અરવિંદસિંહ જાડેજાનો સંપર્ક સાધતા તેમણે નામાવલિ મોકલી હતી.

અન્ય સમાચારો પણ છે...