તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhuj
 • The Municipality Organized A Camp At SKV. 6.92 Lakh Was Recovered From Heights, A Total Of Rs. 12 Lakh Was Recovered From The City In A Single Day

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:પાલિકાએ કેમ્પ યોજી એસ.કે.વી. હાઈટ્સમાંથી 6.92 લાખ વસુલ્યા, એક જ દિવસમાં શહેરમાંથી કુલ 12 લાખ રૂપિયા રળ્યા

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પ્રથમ દિવસે 522માંથી 98 મિલકતધારકોઅે બાકી લેણાનું ચૂકવણું કર્યું

ભુજ નગરપાલિકાઅે બુધવારે રાવલવાડી રિલોકેશન સાઈટ સ્થિત શ્યામજી કૃષ્ણ વર્મા હાઈટ્સમાં બાકી વેરા વસુલાત કેમ્પનું અાયોજન કર્યું હતું, જેમાં પ્રથમ દિવસે 522 મિલકતધારકોમાંથી 98 મિલકતમાલિકોઅે કુલ 6.92 લાખ રૂપિયાનું સ્થળ ઉપર જ ચૂકવણું કરી દીધું હતું. હજુ અાજે કેમ્પમાં વેરા વસુલાત કામગીરી ચાલુ રહેશે. બીજી બાજું સુધરાઈની કચેરીમાં અન્ય મિલકતધારકો પાસેથી 513617 રૂપિયા મળીને કુલ 12 લાખ 5 હજાર 617 રૂપિયાની અાવક થઈ હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત હાઉસિંગ બોર્ડની શ્યામજી કૃષ્ણ વર્મા હાઈટ્સ વસાહતના મિલકતધારકોના વર્ષોથી બાકી વેરાની ગૂંચ ઉકેલાતી ન હતી, જેમાં ટેક્સ બ્રાન્ચ માત્ર નોટિસો પાઠવી સંતોષ માની બેસી જતી હતી અને રહેવાસીઅોના અેસોશિઅેશનના અક્કડ વલણીથી ઉકેલ અાવતો ન હતો. જે વચ્ચે રહેવાસીઅોના અેસોશિઅેશનના હોદેદારો બદલાયા હતા અને નગરપાલિકાના પદાધિકારીઅો પણ બદલાઈ ગયા, જેથી બંને તરફથી હકારાત્મક વાતાવરણ ઊભું થયું છે. જેના વચ્ચે નગરપતિ ઘનશ્યામ ઠક્કરે નગરસેવકો મનુભા જાડેજા, ઘનશ્યામ ઠક્કર, મનીષા સોલંકી અને હેમા સીજુ સાથે વેરા વસુલાત કેમ્પના અાયોજન માટે રહેવાસીઅો જોડે બેઠકનું અાયોજન કર્યું હતું.

જે બાદ બુધવારે કેમ્પ યોજી પ્રથમ દિવસે 6.92 લાખ રૂપિયાના વેરા વસુલ્યા હતા. કેમ્પમાં શ્યામજી કૃષ્ણા વર્મા હાઈટ્સ અેસોસિઅેશનના પ્રમુખ નીતા ગોસ્વામી, ઉપપ્રમુખ પુનશી ગઢવી, મંત્રી ચિંતન ગોર, ખજાનચી અનિલ રાજગોર અને અન્ય કારોબારી સભ્યોઅે સાથ સહકાર અાપ્યો હતો, જેથી મુખ્ય અધિકારી નીતિન બોડાતે મોકલેલી ટેક્સ સુપ્રિન્ટેન્ડેન્ટ હિતેન્દ્રસિંહ જાડેજાની ટીમે સમગ્ર કાર્યવાહી પાર પાડી હતી. અેવું નગરસેવક સાત્વિક ગઢવીઅે અખબારી યાદીમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો