બેદરકારી:સેડાતા પાસે ડમ્પિંગ જમીનનો બે વર્ષથી પાલિકાએ ઉપયોગ ન કર્યો

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કલેકટરે 2019માં 24 માસમાં શરૂ કરવાની શરતે આપી હતી
  • ઘન કચરાના નિકાલ માટે સુધરાઇને અપાઇ હતી જમીન

ભુજ તાલુકાના સેડાતા ગામમાં ટ્રાવર્સની 27 અેકર જમીન ઉપર ઘન કચરાના નિકાલના ઉપયોગ માટે ભુજ નગરપાલિકાને તબદીલ કરાઈ હતી, જેમાં કલેકટરે 2019ની 31મી ડિસેમ્બરે હુકમની શરતમાં જણાવ્યું હતું કે, તબદીલ થયેલી જમીનનો કબજો મળ્યા તારીખથી જમીનનો 2 વર્ષમાં ઉપયોગ કરવાનો રહેશે. પરંતુ, કોઈ બાંધકામ કરવાનું રહેતું ન હોઈ કમ્પાઉન્ડ વોલ કરી શકાશે. જોકે, 2021ની 21મી ડિસેમ્બર સુધી ડમ્પિંગ સ્ટેશન શરૂ જ કરાયું નથી.

હુકમમાં કલેકટરે જણાવ્યું હતું કે, ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારીની અરજી હતી, જેમાં ઘન કચરાના નિકાલ માટે જમીનની માંગણી કરાઈ હતી. શહેરી વિસ્તારના ઘન કચરા નિકાલ માટે જમીન ઉપલબ્ધ કરવાની થાય છે. નીમ કરવામાં અાવેલી જમીન મૂળ શ્રી સરકાર હસ્તક રહેશે અને માલિકી સરકારની રહેશે. જોકે, બીજા હક્કમાં ભુજ નગરપાલિકાના મુખ્ય અધિકારીને દર્શાવવાનું રહેશે.

જમીન નગરપાલિકાને તબદીલ થતી નથી. પરંતુ, ઘન કચરાના નિકાલ માટે ઉપયોગમાં લઈ શકાશે. જોકે, કોઈપણ પ્રકારે હેતુફેર કરી શકાશે નહીં અને સરકારને જ્યારે જરૂર પડશે ત્યારે વિના વળતરે બિનબોજે સરકાર પરત સંભાળી લેશે.

શરત મુજબ અન્ય સરકારી ખાતાની મંજુરી મેળવાની બાકી છે : પ્રમુખ
ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ અાર. ઠક્કરે જણાવ્યું હતું કે, નગરપાલિકાઅે ઠેકેદારને કામગીરી સોંપી દીધી હતી. પરંતુ, કલેકટરના હુકમની શરત મુજબ અન્ય અેક સરકારી ખાતાની મંજુરીની પ્રક્રિયામાં કામ શરૂ કરી નથી શકાયું. જોકે, મારી જાણ મુજબ કલેકટરે 2021માં બીજો અેક હુકમ પણ કર્યો છે. જોકે, દસ્તાવેજ અને સ્થિતિ શું હતી અેનો અભ્યાસ કર્યા બાદ વધુ ખરી વિગતો અાપી શકું.

અન્ય સમાચારો પણ છે...