વૃક્ષારોપણ અભિયાન:શહેરને હરિયાળું કરવા પાલિકાએ 7 સંસ્થાઓ સાથે મિલાવ્યો હાથ

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ લોહાણા મહાજન દ્વારા ભુજ નગરપાલિકાને ટ્રી-ગાર્ડ અપાયા. - Divya Bhaskar
ભુજ લોહાણા મહાજન દ્વારા ભુજ નગરપાલિકાને ટ્રી-ગાર્ડ અપાયા.
  • અાજે વિશ્વ પર્યાવરણ દિને સુધરાઈ દ્વારા વોર્ડ નંબર 7 થી વૃક્ષારોપણ અભિયાન થશે શરૂ
  • ધારાસભ્યએ ગ્રાન્ટમાંથી 5 લાખ ફાળવ્યા: લોહાણા મહાજન દ્વારા છોડના રક્ષણ માટે 101 ટ્રી-ગાર્ડ અપાયા

ભુજ નગરપાલિકા દ્વારા અાજથી વિશ્વ પર્યાવરણ દિને સુધરાઈ દ્વારા વૃક્ષારોપણ અભિયાન શરૂ કરવામાં અાવશે. જે નિમિત્તે ભુજ લોહાણા મહાજન દ્વારા ભુજ નગરપાલિકાને 101 ટ્રી-ગાર્ડ અર્પણ કરાયા હતા. જ્યારે ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડો. નિમાબેન અાચાર્યઅે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 5 લાખ રૂપિયા ફાળવ્યા છે.

ભુજ નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામ અાર. ઠક્કરે વિશેષ વિગતો અાપતા જણાવ્યું હતું કે, લોહાણા મહાજન અને ધારાસભ્ય ઉપરાંત અનેક સંસ્થાઅો સહભાગી બની છે. હોમ્સ ઈન ધ સીટી દ્વારા પણ સાર્વજનિક પ્લોટોની ફેન્સિંગ કરીને વૃક્ષારોપણ કરી અાપવાની બાહેધરી અપાઈ છે. જેના ભાગ રૂપે શનિવારે વોર્ડ નંબર 7માં ગાયત્રી મંદિરની સામે વ્યાયામ શાળા તરફ જતા માર્ગે અાવેલા સાર્વજનિક પ્લોટમાં વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરવામાં અાવશે.

રોટરી વોલસીટી સંસ્થાના પ્રેસીડેન્ટ રાજેશ માણેક, વાઈસ પ્રેસીડેન્ટ જેકી ઠક્કર, સેક્રેટરી નીરજ શાહ અને કલબ અેડમીન હર્ષદ ભીન્ડે દ્વારા વોક-વેની અંદર બહાર વૃક્ષારોપણ કરવાની બાંહેધરી અપાઈ છે. અેસ.વી.સી.ટી. ગ્રૂપના ગોપાલ ગોરસિયા દ્વારા રિલાયન્સ પેટ્રોલ પંપથી હોટેલ પ્રિન્સ રેસીડેન્સી સુધીના રસ્તા વચ્ચેના ડિવાઈડરમાં નવેસરથી વૃક્ષારોપ,ણ કરીને ફેન્સિંગ કરી અાપવાની બાંહેધરી અપાઈ છે. ટાઈમ્સ સ્ક્વેર ગ્રૂપના ભદ્રેશ અને ચિરાગ દ્વારા રિલાયન્સ પેટ્રોલ પંપથી શનિ મંદિર સુધીના રોડ પર સ્વખર્ચે વૃક્ષારોપણ કરવાની બાંહેધરી અપાઈ છે.

ભુજ લોહાણા મહાજન અાયોજિત કાર્યક્રમમાં પ્રમુખ કિરણ ગણાત્રા, ઉપપ્રમુખ નવીન અાઈયા, સતીષ શેઠિયા, સુધરાઈ ઉપપ્રમુખ રેશ્માબેન ઝવેરી, નગરસેવક કમલ ગઢવી, બિંદીયા ઠક્કર હાજર રહ્યા હતા. અેવું નગરસેવક સાત્વિક ગઢવીઅે જણાવ્યું હતું.

સુધરાઈ ડ્રીપ ઈરીગેશન કરી અાપશે
વૃક્ષારોપણ અભિયાનમાં ભુજ નગરપાલિકા ઉપર કોઈપણ જાતનું ભારણ નાખવામાં અાવશે નહીં. સંસ્થા કે સમાજ દ્વારા છોડ અને ટ્રી-ગાર્ડ અાપવામાં અાવશે. જે તે સોસાયટી તેનું જન કરશે. જો જરૂર પડી તો નગરપાલિકા દ્વારા પાણીનું જોડાણ કરી ડ્રીપ
ઈરીગેશન કરી અાપવામાં અાવશે.

ગાયત્રી મંદિર પરિવાર જોડાશે
ભુજ ગાયત્રી મંદિર પરિવાર દ્વારા વૃક્ષારોપણ અભિયાનમાં જોડાઈને જે કોમન પ્લોટ બતાડવામાં અાવશે ત્યાં વૃક્ષારોપણ કરી અાપવાની ખાતરી અપાઈ છે.

શેરી, મહોલ્લા અને વિવિધ સંગઠનો પણ જોડાય
વૃક્ષો પર્યાવરણને શુદ્ધ રાખે છે. ઓક્સિજન આપે છે અને વરસાદ પણ લાવે છે. જેથી વૃક્ષારોપણ અભિયાનમાં શહેરના દરેક શેરી, મહોલ્લા, કોલોની, સોસાયટી, સામાજિક અને ધાર્મિક સંગઠનો પણ જોડાય એ આવશ્યક છે.

અન્ય સમાચારો પણ છે...