ભુજ નગરપાલિકાઅે શહેરના પશ્ચિમથી ઉત્તરીય અને પૂર્વીય વિસ્તાર સુધી પથરાયેલા વોર્ડ નંબર 1, 2, 3ની મિલકતો ચોપડે ચડાવવા અભિયાન અાદર્યું છે. જે માટે ત્રણથી ચાર ટીમોને કાર્યરત પણ કરી દેવાઈ છે. જેઅો સ્થળ ઉપર જઈને મિલકત માલિકોને 7 દિવસમાં અાકારણી કરાવવા નોટિસ અાપી રહી છે.
પ્રાપ્ત વિગતો મુજબ પ્રમુખ ઘનશ્યામ રસીક ઠક્કર ત્રણેય વોર્ડના નગરસેવકો ઉપરાંત ટેક્સ સમિતિના ચેરમેન ધીરેન લાલન સહિતના પદાધિકારીઅોઅે વોર્ડ નંબર 1, 2, 3માં કાયદેસર મિલકતોનો સર્વે હાથ ધર્યો છે, જેમાં મુખ્ય અધિકારી મનોજ સોલંકી અને ટેક્સ સુપ્રિટેન્ડેન્ટ હિતેન્દ્રસિંહ જાડેજાઅે કર્મચારીઅોની ત્રણ ટીમોને કામે લગાડી છે. ભુજ નગરપાલિકાના ચોપડે ન ચડેલી મિલકતોના માલિકોને કર્મચારીઅો અાકરણી માટે નોટિસ અપાવી રહ્યા છે, જેથી શહેરમાં કાયદેસર કુલ મિલકતો પાસેથી વેરા વસુલાત કરી શકાય. ચાલુ હિસાબી વર્ષે વિક્રમી વેરા વસુલાતના લક્ષ્યાંક સાથે કામગીરી પણ શરૂ કરી દેવાઈ છે.
બિલ બજવણીના ઠેકેદાર કાર્યરત થયા
ભુજ શહેરમાં નગરપાલિકાના કર્મચારીઅો મિલકત માલિકોને બિલોની બજવણી કરતા હતા. પરંતુ, ચાલુ હિસાબી વર્ષથી બિલ બજવણીનો ઠેકો અપાયો છે. જેના કર્મચારીઅો મિલકત માલિકો, કબજેદારો, ભાડૂતો પાસે જાય છે. મોબાઈલ નંબર નોંધી સહી પણ લઈ રહ્યા છે. જેના ઉપરથી બજવાયેલા બિલની સંખ્યા નક્કી થશે. ત્યારબાદ પ્રત્યેક બિલે ઠેકેદારને ચૂકવણી કરવામાં અાવશે. અેવું ટેક્સ સુપ્રિન્ટેન્ડેન્ટ હિતેન્દ્રસિંહ જાડેજાઅે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.