તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વસૂલાત:નગર પાલિકાએ 28230 બિલની બજવણી કરી, વેરા પેટે 8.38 કરોડ રૂપિયા વસૂલ્યા

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ડિસેમ્બરમાં જ 98.46 લાખ વસુલી ગત વર્ષનો રેકર્ડ તોડ્યો
 • મિલકત વેરો 6.97 કરોડ, વ્યવસાય વરો1.22 કરોડ, દુકાનભાડું 18.93 લાખની વસુલાત

ભુજ પાલિકાઅે વર્ષ 2020/21ના ડિસેમ્બર સુધીમાં 28 હજાર 230 બિલોની બજવણી કરી છે અને 8.38 કરોડ રૂપિયા વસુલી પણ લીધા છે. જે ગત હિસાબી વર્ષ 2019/21ના ડિસેમ્બર માસ સુધી કરતા 1.30 કરોડ વધુ છે. ટેક્સ સુપ્રિન્ટેન્ડેન્ટ હિતેન્દ્રસિંહ જાડેજાઅે જણાવ્યું હતું કે, 2020ની 1લી અેપ્રિલ સુધી કુલ 28 હજાર 230 નોટિસો બજાવી છે, જેમાં 64 સરકારી કચેરીમાં 1866 નોટિસ બજાવી છે. અે સિવાય 29 મિલકત જપ્તની કાર્યવાહી કરી હતી. 22 પાણી જોડાણ કાપ્યા હતા અને 22 ગટરના જોડાણ કાપ્યા હતા. જે બાદ બાકી લેણા ભરાયા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હિસાબી વર્ષ 2019/20ના ડિસેમ્બર માસ સુધી 7 કરોડ 8 લાખ 4 હજાર 484 રૂપિયા વસુલાયા હતા. હિસાબી વર્ષ 2020/21ના ડિસેમ્બર માસ સુધી 8 કરોડ 38 લાખ 59 હજાર 935 રૂપિયા વસુલાયા છે. જે ગત વિસાબી વર્ષ કરતા 1 કરોડ 30 લાખ 5 હજાર 451 રૂપિયા વધુ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગત હિસાબી વર્ષના ડિસેમ્બર માસમાં 79 લાખ 88 હજાર 926 રૂપિયા વસુલાયા હતા. ચાલુ હિસાબી વર્ષના ડિસેમ્બર માસમાં 98 લાખ 46 હજાર 82 રૂપિયા વસુલાત થઈ છે.

શિવમપાર્કમાં પાણી અને ગટર જોડાણ કાપતા જ રકમ ભરાઈ
માધાપર હાઈવે યક્ષ મંદિર પાસે શિવમ પાર્કમાં બિલોની બજવણી બાદ પણ બાકીલેણા ભરપાઈ ન થતા બુધવારે પાણી અને ગટર જોડાણ કાપવાની કાર્યવાહી થઈ હતી, જેથી ફટાફટ બાકીલેણાની ભરપાઈ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો