હુકમ:ધિંગેશ્વર મંદિર પાસે પાલિકાએ એપાર્ટમેન્ટનું પાણી જોડાણ કાપ્યું

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફરિયાદો બાદ નગરપતિની નજરે ચડતા વોટર સપ્લાય બ્રાન્ચને હુકમ કર્યો
  • પ્રમુખની તાકીદ : મકાન માલિકો વાલ્વ નહીં લગાડે તો કનેકશન કપાશે

ભુજ નગરપાલિકાઅે શનિવારે ઢળતી સાંજે શહેરમાં ધિંગેશ્વર મંદિર નજીક સનરાઈઝ અેપાર્ટમેન્ટનું પાણીનું જોડાણ કાપ્યું હતું અને શહેરના મકાન માલિકો અન્ડર ગ્રાઉન્ડ ટાંકામાં બોલવાલ નહીં લગાડે તો તેમના પણ પાણીના જોડાણ કાપી નખાશે અેવી તાકીદ પણ કરાઈ હતી.

ભુજ નગરપાલિકાની વોટર સપ્લાય બ્રાન્ચ નળ વાટે પીવાનું પાણી વિતરિત કરે ત્યારે સનરાઈઝ અેપાર્ટમેન્ટના અન્ડર ગ્રાઉન્ડ ટાંકામાંથી પાણી અોવર ફ્લો થઈને છેક અોલ્ફ્રેડ હાઈસ્કૂલ સુધી પહોંચી જતું હતું. જે જોઈ શહેરીજનોના જીવ બળતા હતા. જેમણે નગરપાલિકામાં ફરિયાદો પણ કરી હતી. જોગાનુંજોગ શનિવારે સાંજે નગરપતિ ઘનશ્યામ અાર. ઠક્કર પસાર થતા હતા ત્યારે માર્ગો ઉપર પાણી જોઈને તપાસ કરી હતી, જેમાં સનરાઈઝ અેપાર્ટમેન્ટના અન્ડર ગ્રાઉન્ડ ટાંકામાં બોલવાલ લગાડેલું જણાયું નહોતું, જેથી તેમણે વોટર સપ્લાય બ્રાન્ચને અેપાર્ટમેન્ટની બેદરકારી બદલ તાત્કાલિક પાણીનું જોડાણ કાપી નાખવા હુકમ કર્યો હતો. અેટલું જ નહીં પણ તેમણે શહેરીજનોને અનુરોધ કર્યો હતો કે, કોઈપણ મકાન માલિક તેમના અન્ડર ગ્રાઉન્ડ ટાંકામાં વાલ્વ નહીં લગાડે અને ટાંકો અોવર ફ્લો થઈ પાણી માર્ગો ઉપર વહેતું જણાશે તો તાત્કાલિક અસરથી પાણી જોડાણ કાપી નખાશે અને દંડ ભર્યા બાદ જ જોડાણ અાપવામાં અાવશે.

વોર્ડર સિસ્ટમ ખતમ થતા સમસ્યા
ભુજ નગરપાલિકામાં વોર્ડર સિસ્ટમ હતી, જેમાં વોર્ડર શહેરના માર્ગો, રહેણાક વિસ્તારોમાં ફરતા અને જ્યાં અેવી કોઈ સમસ્યા જણાય તો ચીફ સેનિટેશન ઈન્સ્પેકટરને ફરિયાદ કરતા. જે બાદ મુખ્ય અધિકારી સંબંધિત શાખાને દંડાત્મક કાર્યવાહી કરવા સહિતના હુકમ કરતા હતા. પરંતુ, છેલ્લા કેટલાક દાયકાથી વોર્ડર સિસ્ટમ ખતમ કરી દેવાઈ છે, જેથી ગટરના ગંદા પાણીની સમસ્યા, માર્ગો ઉપર ગંદકી અને પાણીનો વેડફાટ બેખોફ અને બેફામ થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...