ભુજ નગરપાલિકાઅે 23મી જાન્યુઅારીથી હિસાબી વર્ષ 2021/22ની વેરા વસુલાત હેઠળ રજાના દિવસોઅે પણ ટેક્સ બ્રાન્ચ ખુલ્લી રાખીને વેરા લેવાનું ચાલુ રાખ્યું છે, જેમાં શનિવારે 2 લાખ 27 હજાર 794 અને રવિવારે 4 લાખ 19 હજાર 025 રૂપિયા સહિત હજુ સુધી રજાના દિવસોઅે કુલ 15 લાખ 25 હજાર રૂપિયા ઉપરાંતની વસુલાત કરી લીધી છે.
શહેરના મિલકત માલિકો પાસેથી ભુજ નગરપાલિકા દ્વારા પાણી, ગટર, સફાઈ, રોડ લાઈટ સુવિધા ચાર્જ ઉપરાંત મિલકત વેરો, શિક્ષણ ઉપકર, વ્યવસાય વેરો વસુલવામાં અાવે. જોકે, હિસાબી વર્ષ 2021ના અેપ્રિલ માસથી 2022ના માર્ચ માસ દરમિયાન ડિસેમ્બર માસ સુધી વસુલાતમાં ગતિ નથી અાવતી.
પરંતુ, જેમ જેમ માર્ચ માસ નજીક અાવતો જાય અેમ અેમ નોટિસોની બજવણી બાદ પાણી અને ગટરના જોડાણ કાપવા ઉપરાંત મિલકત જપ્તી સહિતની કાર્યવાહી થતી હોય છે, જેથી મિલકત માલિકો પણ અંત સમયે દોડતા હોય છે, જેથી કરદાતાઅોની સુવિધા માટે ફેબ્રુઅારી અને માર્ચ માસમાં રજાના દિવસોઅે પણ ટેક્સ બ્રાન્ચ ખુલ્લી રાખવી પડતી હોય છે.
ટેક્સ સુપ્રિન્ટેન્ડેન્ટે હિતેન્દ્રસિંહ જાડેજાઅે જણાવ્યું હતું કે, જાન્યુઅારી માસના છેલ્લા અઠવાડિયા ઉપરાંત ફેબ્રુઅારીના શરૂઅાતના પખવાડિયા દરમિયાન કુલ 15 લાખ 25 હજાર જેટલી રકમ રજાના દિવસોમાં ભરપાઈ થઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.