તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કર્મચારીઓનો વિરોધ:નગરપાલિકાએ ડ્રેનેજ સફાઈનો કોન્ટ્રાક્ટ આપ્યો, કર્મચારીઓ કામથી અળગા થયા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
શ્રીફળ વધેરી ગટરના કામનું પ્રારંભ કરાવતા અનિલ છત્રાળા, કમલ ગઢવી, મનુભા જાડેજા, ધીરેન લાલન, મહિદીપસિંહ જાડેજા, ઈજનેર કૃણાલ ગઢવી તો બીજી બાજુ જે રોજંમદારોને છૂટા કરાયા છે તેમને પરત નોકરીએ રખાશે તેવી ખાતરી અપાઇ છતાં કર્મીઓએ વિરોધ નોંધાવી કામથી અળગા રહ્યા હતા. - Divya Bhaskar
શ્રીફળ વધેરી ગટરના કામનું પ્રારંભ કરાવતા અનિલ છત્રાળા, કમલ ગઢવી, મનુભા જાડેજા, ધીરેન લાલન, મહિદીપસિંહ જાડેજા, ઈજનેર કૃણાલ ગઢવી તો બીજી બાજુ જે રોજંમદારોને છૂટા કરાયા છે તેમને પરત નોકરીએ રખાશે તેવી ખાતરી અપાઇ છતાં કર્મીઓએ વિરોધ નોંધાવી કામથી અળગા રહ્યા હતા.
  • ગટરનું કામ પણ શ્રીફળ વધેરી શરૂ કરાયું ! મહિને 11.71 લાખ ખર્ચાશે
  • અડધા કામદારો રખાયા, છૂટા કરાયેલા અડધા ઠેકેદાર રાખશે અને દર વર્ષે પગાર વધારો પણ અપાશે

ભુજ નગરપાલિકાઅે ડ્રેનેજની સફાઈનો ઠેકો ખાનગી કંપનીને અાપી દીધો છે, જેથી સુધરાઈની ડ્રેનેજ બ્રાન્ચમાં ફિક્સ અને રોજંદાર તરીકે કામ કરતા અડધા કર્મચારીઅોને છૂટા કરી દેવાયા છે. જેને ઠેકેદાર નોકરીઅે રાખશે. પરંતુ, કર્મચારીઅોઅે વિરોધ નોંધાવી કામથી અળગા થઈ ગયા છે.

નગરપાલિકાની ડ્રેનેજ બ્રાન્ચ દિવસ રાત સફાઈ કામદારો સાથે કામ કરાવતી હતી, જેમાં પગાર ચૂકવણા મુદ્દે ભ્રષ્ટચારની ગંધ અાવી હતી, જેથી રાતની સિફ્ટ રદ કરી નાખી હતી. જે બાદ વધુ કર્મચારી અને મસીન અાપવા માંગ થઈ હતી, જેથી ભુજ નગરપાલિકાઅે ડ્રેનેજની સફાઈનો 17.81 લાખ રૂપિયામાં અાપી દીધો છે. નગરપતિ ઘનશ્યામ રસીક ઠક્કરે વધુમાં જણાવ્યયું હતું કે, ઠેકેદાર પાસે 4 મશીન છે. નગરપાલિકાઅે છૂટા કરેલા કર્મચારીઅોને ઠેકેદાર નગરપાલિકા કરતા પણ વધુ પગાર ચૂકવશે. દર વર્ષે પગાર વધારો પણ અાપશે. બીજી બાજુ, કર્મચારીઅોઅે કામથી અળગા થઈને વિરોધ નોંધાવી દીધો છે.

ઠેકેદાર રાત દિવસ કામ કરશે : ડ્રેનેજ ચેરમેન
ડ્રેનેજ સમિતિના ચેરમેન રાજેશ ગોરે જણાવ્યું છે કે, ઠેકેદારે ગુજરાતમાં સાૈ પ્રથમવાર ભુજ શહેર માટે રિસાઈકલર મશીન ઈન્ટ્રોડ્યૂઝ કર્યો છે. ઠેકેદાર હાલ દિવસ રાત સફાઈ કામ કરશે.

અન્ય સમાચારો પણ છે...