તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:પાલિકાની શબવાહિની શહેરની ખાનગી કોવિડ હોસ્પિટલોને ફાળવાઈ

ભુજ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • ઓક્સિજન અને રેમડેસિવિર ઈન્જેકશનના અભાવે મૃતકો વધતા વ્યવસ્થા બદલી કે શું ?
 • જી.કે. જનરલમાંથી લાશ ઉપાડવા અદાણીની એમ્બ્યુલન્સ ઓછી પડે તો જ બોલાવાય

કચ્છમાં જી. કે. જનરલ હોસ્પિટલ ઉપરાંત ખાનગી કોવિડ હોસ્પિટલોમાં પણ કોરોનાની સારવાર દરમિયાન દર્દીઅોના મોતનો અાંકડો વધી ગયો છે, જેથી જી. કે. જનરલ હોસ્પિટલમાંથી મૃતદેહને સ્મશાન ઘાટ પહોંચાડવા અદાણી મેડિકલ કોલેજની અેમ્બ્યુલન્સ દોડે છે અને ખાનગી કોવિડ હોસ્પિટલમાંથી મૃતદેહને લઈ જવા માટે ભુજ નગરપાલિકાની શબવાહિની દોડી રહી છે.કચ્છમાં છેલ્લા કેટલાક દિવસોથી અોક્સિજન, રેમડેસિવિર ઈન્જેકશન, વેન્ટિલેટર ખુટી પડ્યા છે, જેથી પૂરતી સારવારના અભાવે કોરોનાની સારવાર દરમિયાન દર્દીઅોના મોતના અાંકડામાં ઉછાળો અાવ્યો છે.

અેવું જણાવતા સૂત્રોઅે ઉમેર્યું હતું કે, દરરોજ અાઠથી દસ મૃતદેહો ખારી નદી સ્થિત સ્મશાનઘાટમાં અાવવા લાગ્યા છે, અેમાંયે ગુરુવારે સાંજે તો મૃતદેહોની કતાર લાગી ગઈ હતી, જેથી જી. કે. જનરલ હોસ્પિટલમાંથી મૃતદેહોને ખારી નદી સ્થિત સ્મશાન ઘાટ પહોંચાડવા અદાણી મેડીકલ કોલેજની જ 4થી 5 અેમ્બ્યુલન્સ રોકાયેલી હતી. બાકી છેલ્લા બે ત્રણ મહિનાથી ભુજ નગરપાલિકાની શબવાહિની માત્ર ખાનગી કોવિડ હોસ્પિટલોમાંથી મૃતદેહોને ઉપાડવા માટે જ દોડે છે. જી. કે. જનરલ હોસ્પિટલમાં મૃતદેહો વધી જાય તો જ ભુજ નગરપાલિકાની શબવાહિનીને બોલાવાય છે.

પરંતુ, ભુજ નગરપાલિકાની શબવાહિની પણ છેલ્લા દસેક દિવસથી દરરોજ બેથી ત્રણ લાશ લઈને અાવે છે. અામ, જી. કે. જનરલ હોસ્પિટલ ઉપરાંત ખાનગી કોવિડ હોસ્પિટલોમાં પણ કોરોનાની સારવાર દરમિયાન દર્દીઅોના મોતની સંખ્યા વધી ગઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભુજ તાલુકાના નાડાપાની વૃદ્ધા ભુજ શહેરની ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેતી હતી અને સારવાર દરમિયાન મોત થતા કોરોનાની માર્ગદર્શિકા મુજબ અગ્નિદાહ અાપવાને બદલે પરિવારજનોને મૃતદેહ સોંપી દેવાયો હતો. જે પરથી સ્પષ્ટ થાય છે કે, કેસો વધતા અારોગ્ય વિભાગમાં અંધાધૂંધી ફેલાઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો