તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:સાંસદના ભાણેજે બંધ કારમાં જ પોતાના પર ફાયરીંગ કર્યું

ભુજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
હોસ્પિટલમાં દોડી ગયેલા સમાજના આગેવાનો તથા ઘટના સ્થળે હતભાગીની કાર. - Divya Bhaskar
હોસ્પિટલમાં દોડી ગયેલા સમાજના આગેવાનો તથા ઘટના સ્થળે હતભાગીની કાર.
  • કોટડા જડોદરમાં આપઘાતની ઘટનાથી ચકચાર: એવુ તે શું થયું કે આશાસ્પદ યુવાને પોતાની છાતીમાં ગોળી ધરબી દીધી : કારણ જાણવા પોલીસ દ્વારા તપાસ શરૂ
  • FSL ટીમની હાજરીમાં રિવોલ્વર અને કાર કબજે લેવાશે : ડીવાયએસપી

નખત્રાણા તાલુકાના કોટડા જડોદર ગામના કાચા માર્ગ પર બપોરે કચ્છ-મોરબી સાંસદ અને ગુજરાત પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાના ભાણેજનું બંધ કારમાં ફાયરિંગ થવાની મોત નિપજયું હતું. પોલીસ ઘટના સ્થળે પહોંચી જઇ કારનો દરવાજો ખોલી મૃતદેહને પી.એમ. કરવા માટે નખત્રાણા ખસેડવા તજવીજ હાથ ધરી હતી તો યુ.એસ.ના જર્યોજિયાની યુનિવર્સિટીમાં મેડીકલનું અભ્યાસ કરતા યુવકે પોતાને જ ગોળી મારી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે.

નખત્રાણા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો, એફ.એસ.એલ.ટીમની હાજરીમાં રિવોલ્વર અને કાર કબજે કરવા તજવીજ હાથ ધરી હતી. ભારે ચકચાર જગાવનાર આ બનાવ પાછળનું કારણ અકળ હોવાથી પોલીસે તેનો તાગ મેળવવા તપાસનો દોર આરંભ્યો છે. રવિવારે શિતળા સાતમના સપરમા દિવસે એક વાગ્યાના અરસામાં કોટડા જડોદર ગામના આંતરિક કાચા માર્ગે હોન્ડા અમેઝ કારમાં અક્ષય રમેશભાઇ લોંચા નામના 23 વર્ષિય યુવકનું ગોળી વાગવાથી મોત થયું હતું.

બનાવ અંગે પોલીસને જાણ થતા નખત્રાણા ડીવાયએસપી અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી જઇ યુવકના મૃતદેહને કારમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાવવા નખત્રાણા હોસ્પિટલે ખસેડયો હતો. નોંધનીય છે કે, અક્ષય અમેરિકાના જર્યોજિયાની યુરોપીયનની યુનિવર્સિટીમાં મેડિકલનો અભ્યાસ કરતો હોવાનું અને થોડા સમય પૂર્વે જ પોતાના વતન આવ્યો હોવાની વાત સુત્રોમાંથી જાણવા મળતી હતી. નખત્રાણા સરકારી હોસ્પિટલમાં પીએમ માટે લઇ જવાતા મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, પોલીસ કાફલો હોસ્પિટલ બહાર જોવા મળ્યો હતો.

આ અંગે નખત્રાણા ડીવાયએસપી વી. એન. યાદવે જણાવ્યું હતું કે, યુવકે પોતાના હાથે જ રિવોલ્વરથી આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક રીતે જણાયું છે, અને એક્સિડન્ટલ ડેથની નોંધ કરી મૃતદેહના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો એફ.એસ.એલ.ની ટુકડીને બોલાવાઇ છે તેની હાજરીમાં કાર અને બંદુક કબજે કરવામાં આવશે.

યુવક પાસે રિવોલ્વર કયાંથી આવી, તેની તપાસ થશે
હોન્ડા કંપનીની કારમાં વાડી વિસ્તારના કાચા માર્ગ પર યુવકનું બંધ કારમાં જ ગોળી વાગવાથી મોત થયું તે અંગે ડીવાયએસપી વી. એન. યાદવને વિદેશ ભણતા અક્ષય પાસે રિવોલ્વર કયાંથી આવી તે અંગે પુછતા જણાવ્યું હતું કે, હાલ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બાદમાં યુવક પાસે રહેલી રિવોલ્વર અંગે તપાસ કરવામાં આવશે. અક્ષય પાસે શસ્ત્રનો પરવાનો હતો કે પછી સબંધીની રિવોલ્વરથી આત્મહત્યા કરી તે અંગે તપાસ કરવામાં આવશે.

સમાજના પ્રમુખે ઘટનાને દુ:ખદ ગણાવી: બનાવની ન્યાયપૂર્ણ તપાસની કરી માંગ
કોટડા જડોદર ગામે સાંસદ વિનોદભાઈ ચાવડાના ભાણેજ અક્ષયનું મૃત્યું થતા બનાવને દુઃખદ ગણાવી ન્યાયપૂર્ણ તપાસ થાય અને આત્માને શાંતિ મળે એમ અખિલ કચ્છ સમસ્ત મેઘવંશી ગુર્જર મેઘવાળ સમાજના પ્રમુખ ધર્મેન્દ્ર ગોહિલની યાદીમાં જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...