હવામાન:આવતા અઠવાડિયે ચોમાસું કચ્છમાંથી વિધિવત વિદાય લેશે

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કંડલા 35.5 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ મથક

આવતા અઠવાડિયે કચ્છમાંથી ચોમાસું વિધિવત રીતે વિદાય લેશે. જો કે, રવિવારે કંડલા 35.1 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ મથક બની રહ્યું હતું.

કચ્છમાં કયાંક ધોધમાર તો કયાંક ઝાંપટા રૂપે વરસાદ પડી ગયા બાદ છેલ્લા પાંચ-છ દિવસથી મેઘરાજાએ પોરો ખાધો છે અને ત્યારબાદ પણ તાપમાન ઉંચું રહ્યું છે પરંતુ કચ્છવાસીઓને અસહ્ય બફારા, ગરમીમાંથી રાહત મળી છે. વરાપ નીકળતા ખેડૂતો પણ ભારે વરસાદથી સડી ગયેલા પાકમાંથી જે કાંઇ ઉપજ નીકળે એવી આશા સાથે ખેતરોમાં કામે લાગી ગયા છે. હવામાન વિભાગના રાકેશકુમારના જણાવ્યા મુજબ કચ્છમાં તા.01/10 સુધી વાતાવરણ એકદમ સુંકું રહેશે અને ત્યારબાદ તેમાં કોઇ ફેરફાર થશે નહીં. ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં ચોમાસું કચ્છમાંથી વિધિવત રીતે વિદાય લેશે. ચોમાસાની વિદાયને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેમ છતાં રવિવારે કંડલાનું તાપમાન રાજ્યમાં સૌથી ઉંચું રહ્યું હતું. કંડલામાં મહત્તમ 35.1, લઘુત્તમ 26, કંડલા એરપોર્ટ મહત્તમ 34.8, લઘુત્તમ 24.7, જિલ્લા મથક ભુજમાં મહત્તમ 34, લઘુત્તમ 24.4 અને નલિયામાં મહત્તમ 32.4 ડિગ્રી તથા 25 ડિગ્રી લઘુત્તમ રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...