તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્સક્લૂઝિવ:ભુજ સ્થિત હવામાન વિભાગ દ્વારા આનંદદાયક આગાહી - કચ્છી નવા વર્ષ પહેલાં જ જિલ્લામાં ચોમાસું એક સપ્તાહ વહેલું

ભુજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
ઉત્તર પશ્ચિમી ચોમાસુ (2021)નું આગોતરું ચિત્ર. - Divya Bhaskar
ઉત્તર પશ્ચિમી ચોમાસુ (2021)નું આગોતરું ચિત્ર.
  • તા.15થી 20 જૂન વચ્ચે ચોામાસાની દસ્તક : અષાઢી બીજ છે 23 જૂને
  • જિલ્લામાં ચોમાસાની ચાલતી પ્રિ-મોન્સુન એક્ટિવિટી

કચ્છમાં ગત વર્ષની જેમ અષાઢી બીજ પહેલા એક સપ્તાહ અગાઉ ચોમાસુ બેસશે તેવી આનંદદાયક આગાહી હવામાન વિભાગે કરી છે. કચ્છમાં વૈશાખ મહિનામાં તાપમાનનો પારો સતત ઉંચે રહેતો હોય છે પરંતુ આ વર્ષે તાપમાન અંકુશમાં રહેતા જિલ્લાવાસીઓને કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળી છે. જો કે, વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ રહેતાં ભારે બફારાથી લોકો અકળાઇ રહ્યા છે.

જૂનના ત્રીજા સપ્તાહમાં ચોમાસુ દસ્તક દેશે
વા, વાદળને વીજ,આાવી અષાઢી બીજ. આમ તો કચ્છીઓ નવા વર્ષ અષાઢી બીજથી ચોમાસુ બેસ્યાનું માનતા હોય છે પરંતુ હવામાન વિભાગે જિલ્લાવાસીઓ માટે આનંદદાયક આગાહી કરી છે. તા.23મીના અષાઢી બીજ છે. હવામાન વિભાગની ભુજ કચેરીના રાકેશકુમારના જણાવ્યા મુજબ જિલ્લામાં હાલે ચોમાસાની પ્રિ-મોન્સુન એક્ટિવિટી ચાલી રહી છે અને તા.15થી 20 જૂન વચ્ચે ચોમાસુ કચ્છમાં દસ્તક દેશે. અષાઢી બીજ પહેલા એટલે કે, એક સપ્તાહ વહેલું કચ્છમાં ચોમાસુ બેસી જશે. પ્રિ-મોન્સુન એક્ટિવિટીના કારણે જ તાપમાનનો પારો અંકુશમાં રહ્યો છે અને આગામી તા.5 જૂન સુધી જિલ્લામાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28 ડિગ્રીની આસપાસ રહેશે.

વાવાઝોડાની અસરને કારણે ચોમાસુ વહેલું
​​​​​​​રવિવારે કંડલા પોર્ટમાં મહત્તમ તાપમાન 38.9, લઘુત્તમ 28.1, કંડલા એરપોર્ટ મહત્તમ 38.6, લઘુત્તમ 27.8, ભુજમાં મહત્તમ 37.6, લઘુત્તમ 26.8 અને નલિયામાં મહત્તમ 35.4 અને લઘુત્તમ 28 ડિગ્રી તાપમાન રહ્યું હતું. આ ઉપરાંત દિવસ દરમ્યાન ભેજનું પ્રમાણ ભુજમાં 75થી 50, નલિયા 81થી 69 અને કંડલા પોર્ટમાં 67થી 43 ટકા રહ્યું હતું. અત્રે એ પણ નોંધનીય છે કે, ગત વર્ષે પણ વાવાઝોડાના કારણે કચ્છમાં ચોમાસુ કચ્છી નવા વર્ષ અષાઢી બીજ પહેલા જ બેસી ગયું હતું.

અન્ય સમાચારો પણ છે...