પોલીસની સહરાનીય કામગીરી:ભુજના યુવાનના ખાતામાંથી 15 મિનિટમાં રકમ ઉપડી, પોલીસે 10 મિનિટમાં પરત અપાવી

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાયબર ક્રાઇમ બોર્ડર રેન્જ ભુજ પોલીસની સહરાનીય કામગીરી
  • શોપીંગ વેબસાઇટ પર ઓર્ડર બાદ ધુતારાએ યુવકને છેતર્યો હતો

ઓનલાઇન છેતરપીંડીનો ભોગ નિર્દોશ લોકો બની રહ્યા છે. ત્યારે આવા જ એક સાયબર ક્રાઇમના કિસ્સામાં ભુજના યુવકના દસ મહિનાના પગાર જેટલી રકમ બેન્ક ખાતામાંથી ઉપડે તે પહેલા સાયબર ક્રાઇમ પોલીસે કાર્યવાહી કરીને દસ જ મીનીટમાં ભોગબનાર યુવકની રકમ પરત અપાવી દઇને સરહાનીય કામગીરી કરી હતી.

ભુજમાં પ્રાઇવેટમાં નોકરી કરતા યુવાને ઓનલાઇન શોપીંગ વેબ સાઇડ પર ઓર્ડર આપ્યો હતો. માલ ન આવતાં ગુગલ પર કસ્ટમર કેરનો નંબર લઇ તેનો સંપર્ક કરતાં કોઇ અજાણ્યા શખ્સે યુવાન પાસેથી બેન્ક એકાઉન્ટ કાર્ડ સહિતના ગુપ્ત નંબરો મેળવીને યુવાના બેન્ક ખાતામાંથી 15 મીનીટમાં રૂપિયા 80 હજાર જેટલી રકમ ઉપાડી લીધી હતી.

જેથી ભોગ બનનાર યુવક સાયબર ક્રાઇમ ઓફિસે આવીને ફરિયાદ અરજી આપી રહ્યો હતો. ત્યારે રેન્જ પોલીસ ઇન્સ્પેકટર બી.એસ. સુથાર ફરિયાદને બેન્ક તરફથી આવેલ મેસેજીસનો અભ્યાસ કરી એએસઆઇ હિતેષ કે, ઝાલાને તપાસ કરવા સુચના આપતાં તાત્કાલિક કાર્યવાહી કરીને ફરિયાદીના રૂપિયા 80 હજાર પૈકી રૂપિયા 65,708 પરત ફરિયાદીના ખાતામાં અપાવી સાયબર ક્રાઇમ ભુજ પોલીસે સરાહનીય કામગીરી કરી હતી.

ઓનલાઇન વેબસાઇટના નંબર ગુગલ પર સર્ચ ન કરવા
ઓનલાઇન વેબસાઇડ કે અન્ય સેવાઓ જેના પર નાણાકીય વેવાર થતો હોય તેવી વેબસાઇટ્સના નંબરો ગુગલ પર ક્યારેય સર્ચ ન કરવા નાગરીકોને સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે. ક્યારેય પણ કોઇપણ ઓનલાઇન સેવા કે જેમાં આપના નાણાંનો સમાવેશ થતો હોય તેવી વેબસાઇટ્સના નંબરો પરબારે ગુગલ પર સર્ચ ન કરવા. આવા નંબરો જે તે ઓફીશીયલ વેબસાઇટ પર જ આપેલા હોય છે.

અપરાધી કરતા પોલીસે કરી વધુ ઝડપી કાર્યવાહી
ફ્રોડનો શિકાર બનેલા અરજદાર પોલીસ મથકમાં પહોંચીને અરજી લખે તે દરમિયાન સાયબર અપરાધીને અરજદારના ખાતામાંથી ઉપાડતા જેટલો સમય લાગ્યો તેના કરતા પણ ઓછા સમયમાં સાયબર પોલીસે કાર્યવાહી કરી નાણા પરત મેળવી દીધા.

અન્ય સમાચારો પણ છે...